Sat,27 April 2024,2:25 am
Print
header

બિલ ગેટ્સ બન્યાં અમેરિકાના સૌથી મોટા ખેડૂત, 18 રાજ્યોમાં ખરીદી જમીન

વોશિંગ્ટનઃ વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે અમેરિકામાં મોટા પાયા પર જમીન ખરીદી છે. ડેઇલી મેલના રિપોર્ટ્સ પ્રમાણે હવે બિલ ગેટ્સ અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકર ખેતીની જમીનના માલિક થઈ ગયા છે. આટલી મોટી જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક થઈ ગયા છે. 

આ જમીન અમેરિકાના 18 રાજ્યોમાં છે. બિલ ગેટ્સે માત્ર ખેતી યોગ્ય જમીનમાં રોકાણ કર્યું નથી. પરંતુ તમામ પ્રકારની કુલ 2,68,984 એકર જમીનના તેઓ માલિક બની ચુક્યાં છે. તેમાં એરિઝોના સ્થિત જમીન પણ સામેલ છે જેના પર સ્માર્ટસિટી વસાવવાની યોજના છે. અત્યાર સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે બિલ ગેટ્સે કેમ ખેતી માટે વધુ જમીન ખરીદી છે.આ જમીન સાથે જોડાયેલી જાણકારી જાહેર કરવામાં આવી નથી.બિલ ગેટ્સે અમેરિકાના અર્કસસમાં આશરે 48 હજાર એકર, લુસિયાનામાં 69 હજાર એકર, એરિઝોનામાં 25 હજાર એકર ખેતી યોગ્ય જમીન ખરીદી છે. 

રિપોર્ટ્સ પ્રમાણે બિલ ગેટ્સે 2018માં પોતાના ગૃહ રાજ્ય વોશિંગ્ટનમાં 16 હજાર એકર જમીન ખરીદી હતી. તેમાં હોર્સ હૈવેન હિલ્સ ક્ષેત્રની 14,500 એકર જમીન પણ સામેલ છે, જે તેમણે 1251 કરોડ રૂપિયામાં ખરીદી હતી.તે વર્ષે અમેરિકામાં સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલી જમીન હતી. 

2008માં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તે આફ્રિકા અને વિશ્વના અન્ય વિકાસશીલ ક્ષેત્રના નાના કિસાનોને પાક ઉગાડવા અને તેમની આવકમાં મદદ માટે 2238 કરોડ રૂપિયાની સહાયતા આપી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch