Wed,24 April 2024,10:57 pm
Print
header

કિવમાં સ્કૂલમાં હેલિકોપ્ટર થયું ક્રેશ, યુક્રેનના ગૃહમંત્રી સહિત 16 લોકોનાં મોત થઇ ગયા

કિવઃ યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવ્યાં છે. આ અકસ્માતમાં યુક્રેનના ગૃહમંત્રી સહિત 16 લોકોનાં મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બે બાળકો સામેલ છે. હેલિકોપ્ટર કિવની બહારની બાજુએ આવેલી બાળકોની સ્કૂલમાં ક્રેશ થયું હતું. આ અકસ્માત કિવના ઉત્તર-પૂર્વમાં આવેલા શહેર બ્રોવરીમાં થયો હતો. આ ઘટનાની માહિતી મળ્યાં બાદ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ હેલિકોપ્ટરના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે, અકસ્માત બાદ બાળકોની સ્કૂલ આગની જ્વાળાઓથી ઘેરાઈ ગઇ હતી. 

અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુક્રેનની નેશનલ પોલીસના વડા ઇગોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 16 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં યુક્રેનના ગૃહ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ત્રિસ્કી અને તેમના નાયબ પ્રધાન યાવગેની યેનિનનો સમાવેશ થાય છે. મોનાસ્ત્રિસ્કી 2021 માં યુક્રેનના ગૃહમંત્રી બન્યા હતા. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. અકસ્માત સમયે બાળકો અને સ્કૂલનો સ્ટાફ પ્લે સ્કૂલમાં હાજર હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch