Wed,21 February 2024,11:51 am
Print
header

આ ફળ માત્ર એક મહિના માટે જ મળે છે, વજન ઘટાડે છે અને પાચન શક્તિને મજબૂત કરે છે, કેન્સરમાં પણ અસરકારક છે !

ઘણા એવા ફળો છે જે ઋતુ પ્રમાણે મળે છે. તેમાંથી એક બોર ફળ છે જે આજકાલ મોસમમાં છે. આ દિવસોમાં બોરની ત્રણેય જાતો બજારમાં આવી છે. આ બોર હળવા લીલા રંગની હોય છે. આ ફળ પાક્યાં પછી લાલ અને ભૂરા રંગના થઈ જાય છે. આ બોરને પેમલી પ્લમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બોર અનેક રોગોથી બચવામાં મદદરૂપ છે. તેમજ તે ઉર્જાનો ખૂબ સારો સ્ત્રોત છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ સિવાય તે એન્ટી-ઓક્સીડન્ટથી પણ ભરપૂર હોય છે.

બોર ખાવાના અનેક ફાયદાઓ

બોર ખાવાના ઘણા ફાયદા છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં સિનર્જિસ્ટિક અસર હોય છે. તે શરીર અને મનને શાંત રાખે છે. આ ફળ અને બીજમાં સેપોનિન અને પોલિસેકરાઈડ હોય છે જે સારી ઊંઘ લાવે છે.

આ સિવાય તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ હોય છે જે પાચન શક્તિને મજબૂત બનાવે છે. તે કેન્સરના કોષો સામે લડવામાં પણ મદદરૂપ છે. બોરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar