Sat,27 July 2024,4:01 pm
Print
header

તમિલનાડુમાં નકલી દારૂને કારણે 10 લોકોનાં મોત, અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

તમિલનાડુઃ વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં નકલી દારૂ પીવાથી ત્રણ મહિલાઓ સહિત દસ લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિલ્લુપુરમ જિલ્લાના મારક્કનમ નજીક એકકીરાકુપ્પમના રહેવાસી છ લોકોનું રવિવારે મૃત્યુ થયું હતું. જ્યારે મદુરંથાગામમાં શુક્રવારે બે લોકો અને રવિવારે એક દંપતીના મોત થયા હતા, આ ચારેય લોકો નકલી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા હતા. બે ડઝનથી વધુ લોકો સારવાર હેઠળ છે અને માહિતી મુજબ તેઓ ઠીક છે.

આ ઘટના બાદ પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) એન કન્નને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે તમામ 10 પીડિતોએ ઈથેનોલ-મિથેનોલ પદાર્થોથી ભરપૂર દારૂ પીધો હતો. તમિલનાડુના ઉત્તરીય પ્રદેશમાં નકલી દારૂના કારણે મૃત્યુની બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે અને હજુ સુધી પોલીસને બંને ઘટનાઓ વચ્ચે જોડાણના કોઈ પુરાવા મળ્યાં નથી. પોલીસ સંભવિત કડીની ખાતરી કરવા માટે તપાસ કરી રહી છે.

બંને જિલ્લામાં નકલી દારૂની બે ઘટનાઓ સામે આવી છે. વિલ્લુપુરમ જિલ્લામાં છ લોકોને ઉલટી, આંખોમાં બળતરા અને ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી ઘણા મૃત્યું પામ્યા હતા. આ ઘટનાના સંબંધમાં એક આરોપી અમરનની ધરપકડ કરવામાં આવી છે અને નકલી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch