Sat,27 April 2024,12:05 am
Print
header

તાલિબાનનો નવો પેંતરોઃ અમને J&K ના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે

કાબૂલઃ એક તરફ તાલિબાન દોહામાં ભારત સાથે વાતચીત કરી રહ્યું છે, બીજી તરફ તેના પ્રવક્તાએ કાશ્મીર મુદ્દે નિવેદન આપતા ભારતની ચિંતા વધી છે. તાલિબાન નેતાએ કહ્યું કે તેમને જમ્મુ-કાશ્મીર સહિત વિશ્વભરના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને આ નિવેદન આપ્યું છે. અલકાયદાએ તાલિબાન પાસે કાશ્મીર માટે મદદ માંગી હોવાના અહેવાલ વચ્ચે આ નિવેદન સામે આવ્યું છે. આ પહેલા તાલિબાને કહ્યું હતુ કે તે ભારત-પાકિસ્તાન તણાવ મુદ્દે કોઇ દખલગીરી નહીં કરે પોતાની જમીનનો ઉપયોગ પણ અન્ય દેશ સામે નહીં થવા દે, જો કે હવે તાલિબાને પલટી મારીને ભારતના આંંતરિક મુદ્દ દખલ કરવાનું શરૂ કર્યું છે.

બીબીસી ઉર્દૂને આપેલા ઈન્ટરવ્યૂમાં તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું, તેમના સંગઠન પાસે જમ્મુ-કાશ્મીરના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો હક છે. અમે તમામ દેશોના મુસલમાનો સાથે સમાનતા માટે અપીલ કરીશું. એક મુસલમાન તરીકે કાશ્મીર કે અન્ય કોઈ દેશના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અમારી પાસે અધિકાર છે. અમેરિકા સાથે થયેલી દોહા સમજૂતીનો ઉલ્લેખ કરી કહ્યું, અમે કોઈ સામે સશસ્ત્ર અભિયાન નહીં ચલાવીએ. શાહીને એમ પણ કહ્યું કે, તાલિબાન ઘરે ઘરે જઈને તેમનો ટાર્ગેટ શોધી રહ્યાં છે અનેક પરિવારજનોને ધમકાવી રહ્યા છે તે વાત ખોટી છે. કોઈ પણ વ્યક્તિ અમારા હિટ લિસ્ટમાં નથી તેવો દાવો પણ તેમણે કર્યો છે. જો કે અફઘાનિસ્તાનમાં તાલિબાને ક્રૂરતા શરૂ કરી છે અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch