Sat,27 April 2024,1:01 am
Print
header

સુરતમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરત: શહેરમાં મોડી રાતથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી, સુરતમાં પડેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે વહેલી સવારે નોકરી ધંધા અને કામ માટે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 તારીખ બાદ ચોમાસાની ઋતુ શરૂ થશે. તે પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સુરત શહેરમાં ગતરાત્રીથી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો હતો. છેલ્લા ઘણા દિવસોથી વધી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક છવાતા શહેરીજનોને રાહત મળી છે. શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના ખાડી પાસે પાણી ભરાઈ ગયા હતા. ખાડી પાસે રોડ પર પાણી ભરાઇ જતા રસ્તા પરની ગટરો બ્લોક થઇ ગઇ હતી. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar