Thu,02 May 2024,7:32 pm
Print
header

હવે આવી પણ બબાલ...રાત્રે મારા ઘરે ટામેટાં માંગવા કેમ આવ્યો હતો..કહીને કરી નાખી નાખી

સુરતઃ શહેરમાં એક વ્યક્તિને તેના પાડોશી પાસે ટામેટાં મંગાવવા જવું ભારે પડ્યું, ટામેટાં માંગવા ગયેલા વ્યક્તિને પાડોશીએ ઢોર માર માર્યો હતો અને તેનું મોત થઇ ગયું હતુ, પોલીસે ટામેટાંના વિવાદમાં હત્યા કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ મામલો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

લસકાણા ગામના બાપા સીતારામ હોલ પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વિદ્યાધરા શ્યામલ (40 વર્ષ) 26 જાન્યુઆરીની રાત્રે તેના પાડોશી કાલુગુરુ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પાડોશી વિદ્યાધરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક વિદ્યાધરા શ્યામલ અને તેની હત્યા કરનાર કાલુગુરુ બંને પાડોશી હતા.

25 જાન્યુઆરીની રાત્રે જ્યારે વિદ્યાધરાના ઘરે મહેમાનો આવ્યાં હતા, જેથી તેમને પાડોશી કાલુગુરુના રૂમનો દરવાજો ખખડાવ્યો અને શાકભાજી બનાવવા માટે ટામેટાં માંગ્યા હતા.પરંતુ કાલુગુરુએ તેમના રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. બીજા દિવસે જ્યારે બંને મળ્યાં ત્યારે તેમની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો.

કાલુગુરુએ વિદ્યાધરાને કહ્યું કે તું રાત્રે મારા ઘરે ટામેટાં માંગવા કેમ આવ્યો ? અને લડાઈ શરૂ થઈ ગઈ હતી. ટામેટાં માંગવા ગયેલા વિદ્યાધરાને કાલુગુરુએ પેટમાં છરો માર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

સુરત પોલીસે જણાવ્યું કે ટામેટાં માંગવા બદલ આ હત્યાના આરોપી કાલુગુરુ સંતોષ ગુરુની ધરપકડ કરવામાં આવી છે. મૃતક વિદ્યાધરા અને હત્યારો કાલુગુરુ સંતોષ ગુરુ બંને મૂળ ઓરિસ્સાના ગંજમ જિલ્લાના રહેવાસી છે. 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch