Sat,27 April 2024,2:41 am
Print
header

નકલી લેડી સિંઘમનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે, સુનિતાના પિતાની કારમાં POLICE લખેલી પ્લેટ !

સીન સપાટા કરીને સસ્તી પ્રસિદ્ધી મેળવવામાં ખુદ મહિલા પોલીસકર્મી જ કાયદો ભૂલ્યાં ?

મંત્રી કુમાર કાનાણીના પુત્રની કારમાંથી MLA લખેલી પ્લેટ ઉતરાવી, મહિલા પોલીસકર્મીના પિતાને શું લાયસન્સ આપેલું છે ?

સુરતઃ સસ્તી પ્રસિદ્ધી માટે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને તેમના પુત્ર પ્રકાશ કાનાણી સાથે રેકોર્ડિંગની વાતચીતના વીડિયો બનાવીને વાઇરલ કરનાર નકલી સિંઘમ પોલીસ કોન્સ્ટેબલનો અસલી ચહેરો ધીમે ધીમે સામે આવી રહ્યો છે અને સ્પષ્ટ થઇ રહ્યું છે કે બૂમો પાડનારી આ સુનિતા યાદવ કોઇ રાજકીય ઉદ્દેશ સાથે આગળ વધી રહી છે, કર્ફ્યુમાં બહાર નીકળેલા પ્રકાશ કાનાણીની કારમાં MLA લખેલી પ્લેટ હતી અને તે પ્લેટ સુનિતાએ ઉતારવાની કહેતા પ્રકાશ કાનાણીએ જરા પણ સમય બગાડ્યાં વિના આ પ્લેટ ઉતારી દીધી હતી, હવે એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, જેમાં સુનિતા યાદવ તેના પિતા મદનલાલની ગાડી પાસે ઉભી છે અને આ ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ લગાવેલી છે, આ ફોટોની અમે કોઇ પુષ્ટી નથી કરતા પરંતુ આ ફોટોમાં જે કાર છે તે મદનલાલના નામે પાસિંગ થયેલી છે, આ ફોટો સાચો છે તો મહિલા પોલીસકર્મી સુનિતાના નામનો ઉપયોગ કરવાની સત્તા તેના પિતાને કોણે આપી તેનો જવાબ વારંવાર બુમો પાડનારી સુનિતાએ જ આપવો જોઇએ. ત્યારે આવા બોલ બચ્ચન સુનિતા યાદવ જેવા લોકોને કારણે આજે પોલીસ વિભાગ બદનામ થઇ રહ્યો છે.

સુનિતા યાદવે ખરેખર કર્ફ્યુનો ભંગ કરનાર યુવકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ પોતાનો રૌફ જમાવીને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરાવ્યાં અને મોટું નાટક કર્યું, બાદમાં મીડિયા સામે પણ યુનિફોર્મની જગ્યાએ સ્ટાઇલિસ્ટ કપડાં અને ગોગલ્સ પહેરીને સીન સપાટા મારવા આ બેન આવ્યાં હતા, ત્યાં પણ મીડિયાકર્મીઓને જોઇ લેવાની ધમકી આપી હતી, ચર્ચાઓ છે કે આ બેને તેના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બબાલ કરી હતી, ત્યારે હવે તેમના એક પછી એક કારનામા લોકોની સામે આવતા તેમને સપોર્ટ કરી રહેલા લોકો પણ હવે તેમનાથી નારાજ દેખાઇ રહ્યાં છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar