Sat,27 April 2024,10:47 am
Print
header

સુરતની આ ઘટના દરેક મા-બાપને હચમચાવી નાખશે, બાળક મોબાઇલમાં કાર્ટુન જોઇ રહ્યું હતુ અને પછી...

સુરતઃ શહેરમાં એક માસૂમ બાળકનું પરિવારની નાની એવી બેદરકારીને કારણે મોત થઇ ગયું છે, લિંબાયત વિસ્તારના પ્રતાપનગરમાં આવેલા બિલ્ડીંગમાંથી નીચે પટકાતા એક બાળકનું મોત થઇ ગયું છે. બે વર્ષના વારિસ નામના બાળકને તેની માતાએ મોબાઇલ આપ્યો હતો અને તેમાં તે કાર્ટુન જોતા જોતા ચોથા માળ પરથી નીચે પટકાયો હતો, કોઇ યુવકે તેને તાત્કાલિક લઇને હોસ્પિટલ પહોંચાડી દીધો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો. ડોક્ટરોએ કલાકોની જહેમત કરી પરંતુ બાળકના શરીરને વધુ ઇજાઓ થતા તે બચી શક્યો નથી.

પિતા વસિમ અન્સાંરી કામ પર ગયા હતા અને માતા વોશરૂમમાં ગઇ હતી ત્યારે બાળકને મોબાઇલ કાર્ટુન જોવા માટે આપ્યો હતો. તે દરમિયાન તે બારીમાંથી નીચે પડી ગયો હતો. બાળકનું ધ્યાન મોબાઇલમાં હશે તે કાર્ટુન જોતા જોતા બારી પાસે પહોંચી ગયો હતો અને બાદમાં નીચે પડ્યો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે જેમાં બાળક નીચે પડતો દેખાઇ રહ્યો છે પરંતુ આ દ્રશ્યો તમને બતાવી શકાય તેવા નથી, ત્યારે દરેક માતા-પિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે, આજકાલ મોટાભાગના બાળકો મોબાઇલ વગર રહેતા નથી અને માતા-પિતા પણ બેદરકારી રાખતા હોય છે. આજની આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar