Sat,04 May 2024,5:46 pm
Print
header

શેરબજારમાં કડાકો...રોકાણકારોએ 6 કલાકમાં 13 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યાં, અદાણી- અંબાણીને પણ નુકસાન

(ફાઇલ ફોટો)

મુંબઇઃ આજે શેરબજારમાં આવેલા મોટા ઘટાડાથી બજારમાં રોકાણ કરનારા લાખો રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આ મોટા ઘટાડા વચ્ચે મોટી કંપનીઓના શેર કાર્ડની જેમ તૂટી પડ્યાં હતા, આ કંપનીઓના માલિકોની સંપત્તિમાં જોરદાર ઘટાડો થયો છે. એક તરફ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને રૂ. 60,000 કરોડથી વધુનું નુકસાન થયું છે, બીજી તરફ  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને રૂ. 30,000 કરોડનું નુકસાન થયું છે.

રોકાણકારોએ 6 કલાકમાં 13 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યાં

ભારતીય શેરબજાર માટે આ વર્ષનો સૌથી ખરાબ દિવસ સાબિત થયો છે. ટ્રેડિંગ દરમિયાન બીએસઇમાં સેન્સેક્સમાં 1046 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો,  નિફ્ટી 388 પોઈન્ટ્સ તૂટી હતી. શેરબજારમાં ટ્રેડિંગની છેલ્લી મીનિટોમાં બજારમાં થોડી રિકવરી જોવા મળી હતી, સેન્સેક્સ 906 પોઈન્ટ્સ, 1.23 ટકાના ઘટાડા સાથે 72,761.89 ના સ્તરે બંધ થયો હતો, નિફ્ટી 338 પોઈન્ટ, 1.51 ટકા ઘટીને 21,997.70 ના સ્તર પર બંધ થઇ હતી.  આ ઘટાડા વચ્ચે શેરબજારના રોકાણકારોને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

અદાણી ગ્રુપના તમામ શેર લાલ નિશાનમાં

શેરબજારમાં આવેલા આ ભૂકંપના કારણે ઘણી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, ઓટોમોબાઈલ સેક્ટરથી લઈને બેન્કિંગ સેક્ટર સુધીના મોટા નામો સામેલ છે. વિશ્વના ટોચના અમીરોની યાદીમાં સામેલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

અદાણી ગ્રીન એનર્જીનો શેર 13 ટકા ઘટ્યો હતો. આ સિવાય અન્ય શેર્સમાં 5-8 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીઓના શેરોમાં થયેલા આ ઘટાડાનો સીધો પ્રભાવ ગૌતમ અદાણીની નેટવર્થ પર જોવા મળ્યો હતો, જે ફોર્બ્સના રીયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ $8 બિલિયન (આશરે રૂ. 66,000 કરોડથી વધુ)નો ઘટાડો થયો હતો.

અંબાણીની કંપનીઓના શેર પણ તૂટ્યાં

ફોર્બ્સ અનુસાર રિલાયન્સના ચેરમેનને 3.5 અબજ ડોલર એટલે કે લગભગ 30,000 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર 2.63 ટકા ઘટીને રૂ. 2,873.20 પર બંધ થયો હતો. કંપનીનું બજાર મૂલ્ય (રિલાયન્સ માર્કેટ કેપ) ઘટીને રૂ. 19.39 લાખ કરોડ થયું હતું. મુકેશ અંબાણીની નવી કંપની Jio Financial Servicesના શેર પણ ખરાબ રીતે તૂટ્યો હતો, ટ્રેડિંગ દરમિયાન 9 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થયા બાદ Jio ફાઇનાન્શિયલ સર્વિસનો શેર 9.24 ટકા ઘટીને રૂ. 328.40 પર બંધ થયો હતો. તેની માર્કેટ મૂડી પણ ઘટીને રૂ. 2.08 લાખ કરોડ થઈ ગઈ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch