Sat,27 April 2024,10:53 am
Print
header

કાગડા બધે કાળાઃ અમેરિકાના ટોચના ધનકુબેરોએ નથી ભર્યો ઈન્કમ ટેક્સ, જાણો કયા દિગ્ગજોના છે નામ

વોશિંગ્ટનઃ હાલ વિશ્વના બે મોટા અબજપતિ અમેઝોનના જેફ બેજોસ અને સ્પેસએક્સના ફાઉન્ડર એલન મસ્ક ચર્ચામાં છે. અમેઝોનના સીઈઓ જેફ બેજોસ તેમની કંપની બ્લૂ ઓરિજનની આગામી મહિને સંચાલિત થનારી પ્રથમ માનવ અંતરીક્ષ ઉડાનમાં સવાર થશે. આ અંગે તેમણે  જાહેરાત કરી દીધી છે.

ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ પ્રમાણે કેટલાક ધનાઢ્ય અમેરિકનોએ શૂન્ય ઈન્કમટેક્સ ભર્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રોપબ્લિકા દ્વારા કરવામાં આવેલા ઈન્વેસ્ટિગેશનમાં અમેઝોનના ચેરમેન જેફ બેજોસે 2007 અને 2011માં ઈન્કમટેક્સ ભર્યો નથી જ્યારે ટેસ્લાની ચીફ એલન મસ્કે 2018માં તમામ પ્રકારનું પેમેન્ટ કરવાનું ટાળ્યું હતું. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કુલ મળીને અમેરિકાના 25 ધનાઢ્યોએ કુલ આવકના 15.8 ટકાના દરે ટેક્સ ચૂકવ્યો છે. જો સામાજિક સુરક્ષાઅને મેડિકલ ટેક્સ સાથે ગણતરી કરવામાં આવે તો અન્ય નોકરિયાત દ્વારા ચૂકવાતા ટેક્સ જેટલો જ છે. પ્રોપબ્લિકાએ વોરેન બફેડ, બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ સહિત દેશના તમામ ધનાઢ્ય લોકો અંગે અજ્ઞાત સૂત્રો દ્વારા મળેલી માહિતીને આધારે વિશ્લેષણ કરી આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

પ્રોપબ્લિકા મુજબ કાનૂની રણનીતિનો ઉપયોગ કરીને અનેક ધનકુબેરોએ વધારે ટેક્સ ચૂકવવાથી બચવા છટકબારીનો ઉપયોગ કર્યો છે. સંગઠનના રિપોર્ટ મુજબ જો ધનિકોની વધતી સંપત્તિ, રોકાણ મૂલ્યને જોવામાં આવે તો તેમનું કર બિલ ઘણું ઓછું કરવું પડી શકે છે નોંધનિય છે કે ભારતમાં પણ અનેક ઉદ્યોગપતિઓ ટેક્સચોરી કરી રહ્યાં છે અને તેમની સામે સરકારે પણ કાર્યવાહી કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch