Fri,26 April 2024,11:17 pm
Print
header

ભાજપના રોડ શોમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા, DJ સાથે બાઈક રેલી યોજાઇ

પાટણ: ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલે પાટણમાં શક્તિ પ્રદર્શન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવ્યાં છે. સંગઠનમાં પ્રદેશ મહામંત્રી તરીકેનું મહત્વનું સ્થાન મળતા પાટણમાં રજની પટેલના સન્માનમાં રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ખુલ્લી ગાડીમાં રજની પટેલ સવાર થયા હતા. મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા. DJના તાલે રોડ શો યોજાયો હતો.

કોરોનાની આવી સ્થિતીમાં પણ ભાજપના રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરવામાં આવ્યાં. અનેક કાર્યકર્તાઓએ માસ્ક ન પહેરીને ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઇન્સના લીરેલીરે ઉડાવ્યાં છે. ડીજેના તાલે આ બાઇક રેલી અને ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, રોડ પર આતશબાજી કરવામાં આવી હતી. ત્યારે સવાલ તે છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે ? શું નેતાઓને કોઈ જ નિયમો લાગુ પડતા નથી.

આ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોરોના ગાઈડલાઈન્સના નિયમો નેવે મુકીને અનેક ઉજવણી કરવામાં આવી છે. રાજકોટમાં પણ નેતાઓએ સરકારની કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ કર્યો હતો. ભાજપના સાંસદો અને ધારાસભ્યોએ કોરોનાની ગાઇડલાઇન્સના ધજાગરા કર્યાના અનેક કિસ્સા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ અનેક વખતે નિયમોનો ભંગ કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar