બેંગ્લુરુઃ કર્ણાટકના સીએમ પર સસ્પેન્સનો અંત આવી ગયો છે. ચાર દિવસના સંઘર્ષ બાદ કોંગ્રેસે ફરી એકવાર સિદ્ધારમૈયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સિદ્ધારમૈયા કર્ણાટકના સીએમ બનશે તો કોંગ્રેસ કર્ણાટકના અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. આજે સાંજે 7 વાગ્યે બેંગ્લુરુમાં ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં સિદ્ધારમૈયાને ઔપચારિક રીતે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે. આ પછી કોંગ્રેસ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથ ગ્રહણ બેંગ્લુરુમાં 20 મેના રોજ બપોરે 12.30 વાગ્યે થશે. જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં સિદ્ધારમૈયાના નામ પર મહોર લાગ્યા બાદ તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દક્ષિણના કિલ્લા પર વિજય મેળવ્યાં પછી સીએમની ખુરશી માટે તેમના પોતાના નેતાઓ વચ્ચે ઝઘડામાં ફસાયેલી કોંગ્રેસે આખરે ડીકે શિવકુમારની મહેનત પર સિદ્ધારમૈયાના અનુભવને મહત્વ આપ્યું છે. મોડી રાતની શ્રેણીબદ્ધ બેઠકો પછી પાર્ટીએ ફરી એકવાર સિદ્ધારમૈયાને કર્ણાટકના સીએમનો તાજ પહેરાવવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકમાં મુખ્યમંત્રીનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે આ નિર્ણય સરળ ન હતો,કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા વચ્ચેના નામ પર નિર્ણય લેવામાં હાઈકમાન્ડને 4 દિવસ લાગ્યા હતા.
સિદ્ધારમૈયાના નામ પર કેવી રીતે લાગી ?
પરિણામના બીજા દિવસે એટલે કે રવિવારે બેંગ્લુરુમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ સુશીલ કુમાર શિંદે, કોંગ્રેસ મહાસચિવ જિતેન્દ્ર સિંહ અને પૂર્વ મહાસચિવ દીપક બાબરિયાને બેઠક માટે નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યાં હતા. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા પણ હતા. નિરીક્ષકોએ દરેક ધારાસભ્યને અલગ-અલગ મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી પર ધારાસભ્યોના અભિપ્રાય જાણવા માટે નિરીક્ષકોએ બેંગ્લુરુની હોટેલ શાંગરી-લામાં 4-5 કલાક સુધી વાત કરી હતી, જ્યારે ડીકે શિવકુમારે ધારાસભ્ય દળની બેઠકમાં કેક કાપી, ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું.
રવિવારે વિધાનસભ્યોની બેઠકમાં સિદ્ધારમૈયાએ પ્રસ્તાવ મૂક્યો કે ખડગેએ મુખ્યમંત્રીની પસંદગી કરવી જોઈએ. ડીકે સહિત અન્ય ધારાસભ્યોએ પણ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. જ્યારે ડીકે અને સિદ્ધારમૈયાના સમર્થકોએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન હોટલની બહાર સૂત્રોચ્ચાર કર્યાં હતા. ધારાસભ્યોની માંગ પછી પાર્ટીના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મળીને પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે, ત્યારબાદ સીએમ પદના બંને દાવેદારો ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાને સોમવારે દિલ્હી બોલાવ્યાં હતા.રાહુલ ગાંધી સોમવારે કર્ણાટકથી પરત ફરેલા નિરીક્ષકો અને ચૂંટણી પ્રભારી રણદીપ સુરજેવાલાને મળ્યા હતા. રાહુલે તેમને કહ્યું કે મુખ્યમંત્રીનો નિર્ણય ધારાસભ્યોના અભિપ્રાયના આધારે જ લેવામાં આવે.
હાઈકમાન્ડે સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં સિદ્ધારમૈયાને ત્રણ વર્ષ માટે અને ડીકે શિવકુમારને છેલ્લા બે વર્ષ માટે સીએમ બનાવવા પર સહમતિ દર્શાવી હતી. ધારાસભ્ય દળની બેઠકમાં ડીકે શિવકુમાર બે સીએમ ફોર્મ્યુલાથી અસંમત હતા.શિવકુમાર સીએમ પદની નીચે કંઈપણ સ્વીકારવા તૈયાર ન હતા, ત્યારપછી કોંગ્રેસના કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમાર અને વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના સમર્થકોએ પોસ્ટર લગાવવાનું શરૂ કર્યું. સમર્થકોએ સિદ્ધારમૈયા અને ડીકેને સીએમ બનાવવા માટે બેંગલુરુમાં દરેક જગ્યાએ પોસ્ટર લગાડ્યાં હતા, જ્યારે દિલ્હીમાં રાહુલ ગાંધી અને ખડગેએ બંને નેતાઓ સાથે કલાકો સુધી મેરેથોન બેઠક કરી હતી અને બુધવારે મોડી રાત્રે એક દિવસની કવાયત પછી પાર્ટીના નેતાએ કડક નિર્ણય લીધો હતો. કર્ણાટકના સીએમ અને સિદ્ધારમૈયા, કુરુબા સમૂદાયમાંથી આવતા, ફરી એકવાર કર્ણાટકના સીએમ માટે હાઈકમાન્ડની પસંદગી તરીકે ઉભરી આવ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
મોદીને સમર્થન, નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટનને લઇને વિપક્ષના બહિષ્કાર સામે ઉભા થયા પૂર્વ અમલદાર-રાજદૂત- Gujarat Post | 2023-05-27 12:35:42
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20