Fri,10 May 2024,12:03 pm
Print
header

સફાઇથી શરૂઆત, વિધાનસભા સત્ર પહેલાં અધ્યક્ષ શંકર ચૌધરીએ પરિષરમાં જાતે જ કરી સફાઇ- Gujarat Post

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઇ ગયું છે. 29મી માર્ચ સુધી વિધાનસભાનું આ બજેટ સત્ર ચાલશે.  આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ થશે અને પેપરો ફૂટતા રોકવા સરકાર આજે ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 રજૂ કરશે. શુક્રવારે વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. 27 ફેબ્રુઆરીએ ઇમ્પેક્ટ ફી સુધારા બિલ સરકાર રજૂ કરશે, 28 ફેબ્રુઆરીએ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું વિધેયક રજૂ કરશે. 

આ પહેલા વહેલી સવારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભા પરિષરમાં જઇને જાતે સફાઈ કરી હતી.તેમણે મહાનુભાવોની પ્રતિમાની પણ સફાઇ કરી હતી, તેમની સાથે સફાઇકર્મીઓ પણ આ કામમાં લાગ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch