મેરઠઃ હાપુડના શ્યામપુર ઉર્ફે શાહ મોહિઉદ્દીનપુર ગામનો રહેવાસી સતેન્દ્ર સિવાલ જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતો હતો, તે ISI એજન્ટ પૂજા મહેરાના સતત સંપર્કમાં હતો. ધરપકડના બે દિવસ પહેલા સતેન્દ્ર ફોર્ટ પરીક્ષિતગઢમાં એક સંબંધીના લગ્નમાં ગયો હતો.
છ મહિનાથી તેના પર નજર રાખી રહેલી ATSએ તેને અહીંથી ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી. આ પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. બાદમાં સતેન્દ્રએ ફરીથી પૂજાનો સંપર્ક કર્યો અને ઘણી માહિતી શેર કરી હતી. આ અંગેની માહિતી મળતા જ ATSએ તેને મેરઠ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો, જ્યાં રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પૂજા મહેરાના સંપર્કમાં હતો
રશિયાની રાજધાની મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત કર્મચારી સતેન્દ્ર સિવાલ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIની જાસૂસ પૂજા મહેરા અને અન્ય ઘણા જાસૂસોના સંપર્કમાં હતો.પૂજાએ સતેન્દ્રને પોતાનો મિત્ર બનાવ્યો હતો. છ મહિનાથી આર્મી ઈન્ટેલિજન્સ અને એટીએસ સતેન્દ્ર વિરુદ્ધ ઈલેક્ટ્રોનિક પુરાવા એકત્ર કરી રહ્યાં હતા. ધરપકડ બાદ એટીએસે સતેન્દ્રને રિમાન્ડ પર લેવા કોર્ટમાં અરજી કરી હતા અને હજુ આ કેસમાં અનેક નવા ઘટસ્ફોટ થઇ શકે છે.
ઘરેથી ઇન્ટરનેટ કોલ કરતો હતો
રશિયાના મોસ્કોથી રજા પર આવ્યાં બાદ સતેન્દ્ર ઈન્ટરનેટ કોલ દ્વારા પૂજાના સંપર્કમાં હતો. એટીએસના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર સતેન્દ્ર 2021માં પૂજાના સંપર્કમાં આવ્યો હતો. મિત્રતા એવી હતી કે સતેન્દ્રએ પૂજાને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તેણે લગ્ન કરવાની ના પાડી પણ સમય માંગ્યો હતો. નોંધનિય છે કે આરોપી રશિયામાં ભારતીય દૂતાવાસમાં નોકરી કરતો હતો અને ભારત વિરોધી કામો કરતા તે ઝડપાઇ ગયો છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37