મુંબઈઃ એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેએ એક ચોંકાવનારી વાત કહી છે. તેમને કહ્યું છે કે માફિયા અતિક અહેમદની જેમ મારા પર પણ હુમલો થઈ શકે છે. યુપીના માફિયા ડોન અતિક અહેમદ પર પ્રયાગરાજમાં હુમલો થયો હતો. હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યાં હતા અને ડોન પર ગોળીઓ ચલાવી હતી. જ્યાં તેનું મોત થઇ ગયું હતુ.
વાનખેડે મુંબઈ પોલીસ કમિશનર પાસે સુરક્ષા માંગશે
સમીર વાનખેડેએ કહ્યું કે તે મુંબઈ પોલીસ કમિશનર પાસે વિશેષ સુરક્ષા માંગશે. પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેની CBI દ્વારા 2 દિવસની પૂછપરછ બાદ તેમની અરજી પર કોર્ટમાં સુનાવણી થવાની છે. તેમને કહ્યું કે મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું કોર્ટમાં બધું કહીશ. સીબીઆઈને તેમનો કેસ રજૂ કરવા દો, અમે સીબીઆઈને શુભેચ્છા પાઠવીએ છીએ.વાનખેડેએ કહ્યું કે મારી સાથે સુરક્ષા સંબંધિત સમસ્યા છે. એટલા માટે હું મુંબઈ પોલીસ કમિશનરના પત્ર દ્વારા સુરક્ષાની માંગ કરવા જઈ રહ્યો છું. સોશિયલ મીડિયા, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે પર સતત ધમકીઓ મળી રહી છે. હું આ તમામ વિષયો પર મુંબઈ પોલીસ કમિશનર સાથે મળીને ચર્ચા કરવાનો છું.
શું છે આર્યન ખાન સાથે સંબંધિત કેસ
સમીર વાનખેડે પર શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. શાહરૂખના પુત્ર આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર દરોડા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યનને તેની સામેના આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેવા માટે 3 અઠવાડિયા પછી જામીન આપવામાં આવ્યાં હતા. જે પછી સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે 3 ઓક્ટોબર, 2021ના રોજ NCB મુંબઈ ક્ષેત્રને ક્રૂઝ શિપ પર કેટલાક લોકો પાસે ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાની માહિતી મળી હતી. જે બાદ NCB ના કેટલાક અધિકારીઓએ આરોપીઓને છોડાવવાના બદલામાં લાંચ માંગવાનું ષડયંત્ર રચ્યું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07