Sun,05 May 2024,5:41 pm
Print
header

ભાજપ ટિકિટ વહેંચણીમાં ભૂલ કરી ગઇ....રંજનબેન બાદ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજીએ કહેવું પડ્યું મારે નથી લડવી ચૂંટણી

હિંમતનગરઃ ભાજપે આ વખતે લોકસભાની ટિકિટ વહેંચણીમાં ભૂલો કરી છે તે હવે સામે આવી રહી છે, વડોદરામાં જોરદાર વિરોધ બાદ સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની વાત કરી દીધી છે, તેમના પછી સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવી પડી છે.

સૂત્રોનાં જણાવ્યાં મુજબ આ બંને બેઠકો પર ઉમેવારોના ભારે વિરોધ બાદ ભાજપ હાઇકમાન્ડે જ તેમને ઉમેદાવારી પાછી ખેંચવા કહ્યું હોય શકે છે, રંજનબેન ભટ્ટ સામે તો શહેરમાં પોસ્ટર્સ લાગ્યા હતા અને તેમને ઉમેદવાર ન બનાવવાની જોરદાર માંગ થઇ હતી, સાથે જ સાબરકાંઠા બેઠક પર પણ ભાજપનો જૂથવાદ હોવાથી ભીખાજી ઠાકોરને હટાવી દેવાયા હોવાની ચર્ચાઓ છે.

ભાજપે ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પરથી 22 બેઠકો પર નામો જાહેર કર્યાં હતા, 4 બેઠકો બાકી હતી અને હવે 2 બેઠકો પર વિવાદ સામે આવતા કુલ 6 બેઠકોને લઇને ભાજપે ચિંતન કરવું પડી રહ્યું છે, તેવી સ્થિતી ઉભી થઇ છે. ભાજપ હવે આ બંને બેઠકો પર નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે, સાથે જ બાકીની 4 બેઠકો પર પણ ગમે ત્યારે ઉમેદાવારોના નામની જાહેરાત થઇ શકે છેે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch