Mon,09 December 2024,12:32 am
Print
header

રશિયામાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક 115 ને પાર થયો, 15 શંકાસ્પદોની ધરપકડ કરાઇ

મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા મોટા આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા હવે 115 પર પહોંચી ગઈ છે. હુમલાખોરોએ એક મોટા સમારંભ સ્થળ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ત્રણ બાળકો સહિત 115 લોકોનાં મોત થયા છે. આ હુમલા બાદ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોળીબાર બાદ હુમલાખોરોએ વિસ્ફોટ કર્યો હતો.આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથે લીધી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જણાવ્યું કે અટકાયતમાં લેવાયેલા શખ્સો આતંકી સંગઠન સાથે જોડાયેલા છે.

થોડા દિવસ પહેલા જ દેશમાં યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્તા પર પોતાની પક્કડ વધુ મજબૂત કરી લીધી છે. ઇસ્લામિક સ્ટેટ જૂથે સોશિયલ મીડિયા પર સંલગ્ન ચેનલો પર શેર કરેલા નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમને મોસ્કોની બહારના ભાગમાં ક્રાસ્નોગોર્સ્કમાં 'ખ્રિસ્તીઓ'ના એક વિશાળ મેળાવડા પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યાં ગયા અને ઘાયલ થયા હતા. યુએસ ગુપ્તચર એજન્સીને જાણ થઈ હતી કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ જૂથની શાખા મોસ્કોમાં હુમલાની યોજના બનાવી રહી છે અને તેમને રશિયન અધિકારીઓને જાણ પણ કરી હતી.

રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર

આતંકીઓ સામે સખત કાર્યવાહી કરીશુંઃ પુતિન

બે દાયકામાં સૌથી મોટો આતંકવાદી હુમલો

છેલ્લા બે દાયકામાં રશિયામાં આ સૌથી ભયાનક આતંકવાદી હુમલો છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સાથે દેશનું યુદ્ધ ત્રીજા વર્ષે પણ ચાલુ છે. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાની નિંદા કરી છે.

હોલ મોસ્કોની પશ્ચિમી ધારમાં સ્થિત એક વિશાળ સંગીત સ્થળ છે, જેમાં 6,200 લોકો હાજર હતા.આ હુમલો ત્યારે થયો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ 'પિકનિક'ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. કેટલાક રશિયન સમાચાર અહેવાલોએ જણાવ્યું  કે હુમલાખોરોએ વિસ્ફોટકો ફેંક્યાં પછી લાગેલી આગમાં વધુ પીડિતો ફસાયા હતા, જેમાંથી અનેકના મોત થઇ ગયા છે, અનેક લોકો ઘાયલ છે.

હુમલાના કારણે તબાહી મચી ગઈ હતી

એક વીડિયોમાં બિલ્ડિંગમાં આગ લાગી હતી અને રાતના આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યાં હતા. હુમલા બાદ રસ્તાઓ પર ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, અન્ય ઈમરજન્સી વાહનો અને હેલિકોપ્ટર આકાશમાં ઉડતા જોવા મળ્યાં હતા. હથિયારોથી સજ્જ શખ્સોએ આ ખતરનાક હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. હોલમાં રહેલા ડેવ પ્રાઇમોવે કહ્યું ત્યાં સતત ગોળીબાર થઈ રહ્યો હતો. અમે બધા ઉભા થયા અને કોરિડોર તરફ જવાનો પ્રયત્ન કર્યો.

લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો નીચે પડી ગયા હતા અને અન્ય લોકો દ્વારા કચડી નાખવામાં આવ્યાં હતા. રશિયન મીડિયા ચેનલો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં હુમલાખોરો એસોલ્ટ રાઇફલ વડે લોકોને નજીકથી ગોળીબાર કરતા જોવા મળે છે.

હુમલા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા હતા

રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સ્થળની સુરક્ષા કરી રહેલા કર્મચારીઓ પાસે બંદૂકો ન હતી અને તેમાંથી કેટલાક હુમલામાં માર્યાં ગયા હતા. હુમલાખોરો પોલીસના આવતા પહેલા ભાગી ગયા હતા. પોલીસકર્મીઓ ઘણા વાહનોની શોધ કરી રહ્યાં છે જેનો ઉપયોગ હુમલાખોરોએ ભાગી જવા માટે કર્યો હશે.

રશિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે શનિવારે સવારે મોસ્કોમાં ઘણા લોકો લોહી અને પ્લાઝમાં દાન કરવા માટે કતારોમાં ઉભા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch