મોસ્કોઃ રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પાસે નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃત્યું પામેલા વિદ્યાર્થીઓ હર્ષલ અનંતરાવ દેસલે, જીશાન અશપાક પિંજરી, ઝિયા ફિરોઝ પિંજરી અને મલિક ગુલામગૌસ મોહમ્મદ યાકુબ મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી હતા. તેઓ નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. સ્થાનિક લોકોએ તેમની સાથે રહેલી નિશા ભૂપેશ સોનાવણેને બચાવી હતી. વોલ્ખોવ નદીમાંથી અત્યાર સુધીમાં બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. બાકીની શોધખોળ ચાલુ છે.
તેમની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને બચાવવા જતાં તમામ ડૂબી ગયા હતા. તેની ઉંમર 18 થી 21 વર્ષ વચ્ચે હતી. જીશાન અને જિયા મહારાષ્ટ્રના અમલનેર જલગાંવના રહેવાસી હતા. તેઓ ભાઈ અને બહેન હતા. હર્ષલ દેસલે જલગાંવના ભડગાંવનો રહેવાસી હતો. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ યુનિવર્સિટી અને સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે અકસ્માતમાં જે વિદ્યાર્થીને બચાવી લેવામાં આવ્યો છે તેને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.
નદીમાં ઉભા રહીને વીડિયો કોલ કર્યો હતો
એક વિદ્યાર્થી જીશાનના પરિવારજનોએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓ સાંજે તેમના ફ્રી સમયમાં વોલ્ખોવ નદીના કિનારે ટહેલતા હતા. અચાનક તેઓ નદીમાં પ્રવેશ્યા. નદીમાં ઉભા રહીને જીશાને તેમને વીડિયો કોલ કર્યો હતો. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો સતત જીશાન અને તમામ વિદ્યાર્થીઓને પાણીમાંથી બહાર આવવા માટે કહી રહ્યાં હતા, ત્યાર બાદ તેમનો સંપર્ક થયો ન હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
સિંધુ નદીમાં આપણું પાણી વહેશે અથવા તો ભારતીયોનું લોહી: બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઓકયું ઝેર - Gujarat Post | 2025-04-27 18:36:36
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ, ભારતે આપ્યાં પુરાવા - Gujarat Post | 2025-04-26 19:47:26
ઈરાનના પોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ, 1000 થી વધુ લોકો ઘાયલ, 40 લોકોનાં મોત - Gujarat Post | 2025-04-26 19:25:19