Sat,27 April 2024,12:12 am
Print
header

ફ્લોરિડામાં ઇમારત ધરાશાયી, 4 મૃતદેહ મળ્યાં, 159 લોકો કાટમાળમાં દટાયાની આશંકા

(તસવીર સૌજન્યઃ એએફપી ટ્વીટર)

ફ્લોરિડાઃ મિયામીના બાહ્ય વિસ્તારમાં દરિયા કિનારા નજીક એક ઇમારતનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 159 લોકો હજુ લાપતા છે. બચાવકર્તાઓ અનેક લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે અન્ય લોકોને શોધવામાં આવી રહ્યાં છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અધિકારીઓના કહેવા મુજબ સર્ફસાઈડમાં 12 માળની બિલ્ડિંગનો એક હિસ્સો સ્થાનિક સમય મુજબ મધરાતે દોઢ વાગે તૂટી પડ્યો હતો. મેયર ચાર્લ્સ બરકેટે કહ્યું આ ખૂબ જ દુઃખદાયી છે. રાહત અને બચાવ કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. મિયામી ડેડ પોલીસ અધિકારી ફ્રેડી રામિરઝે કહ્યું કુલ ચાર મૃતદેહો મળી આવ્યાં છે પીડિતોની ઓળખ કરવા એક અધિકારી સતત કામ કરી રહ્યાં છે. દુર્ઘટનામાં 11 લોકો ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલોની સંખ્યા વધી શકે છે હજુ પણ 150થી વધુ લોકો કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે.

બચાવ દળને પણ કાટમાળમાંથી પસાર થતી વખતે ખતરો છે. અધિકારીઓએ ઈમારત કેવી રીતે ધરાશાયી થઈ તેની કોઈ જાણકારી આપી નથી.જો કે ઈમારતની છત પર કામ ચાલતું હોવાનું હાલ સામે આવ્યું છે. અધિકારીઓના કહેવા મુજબ તેમની પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch