Sat,27 April 2024,3:20 am
Print
header

ઐતિહાસિક દિવસ, લોકસભા બાદ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, સમર્થનમાં 125, વિરૂદ્ધમાં 105 વોટ પડ્યાં

નવી દિલ્હી: લોકસભા પછી આખરે રાજ્યસભામાં પણ ઐતિહાસિક નાગરિકતા સંશોધન બિલ પાસ થઇ ગયું છે, અંદાજે 6 કલાકની ચર્ચા પછી થયેલા મતદાનમાં 125 વોટ બિલના સમર્થનમાં પડ્યાં હતા, જ્યારે 105 વોટ વિરૂદ્ધમાં પડ્યાં હતા.

ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યા પછી તેનો કોંગ્રેસ સહિતની વિપક્ષીય પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો, શાહે જણાવ્યું હતુ કે આ બિલ મુસ્લિમોના વિરૂદ્ધમાં જરા પણ નથી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમત્તીઓને જે અધિકાર નથી મળ્યાં, તેમને હવે ભારતમાં અધિકાર મળશે, આવા દેશોમાંથી ભારતમાં આવેલા લઘુમત્તિઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch