Sat,27 April 2024,3:06 am
Print
header

ફરી એન્ટ્રી, કુંવરજી બાવળીયાની ફરીથી અખિલ ભારતીય કોળી સમાજમાં પ્રમુખ તરીકે નિમણૂંક

દેશના 17 રાજ્યોમાં કોળી સમાજનું સંગઠન ચાલે છે

રાજકોટઃ ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયાની ફરીથી કોળી સમાજના પ્રમુખ તરીકે નિમણુંક થઈ છે. તેઓ ફરીથી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બન્યાં છે. આગામી 3 વર્ષ માટે પ્રમુખ તરીકે બાવળીયાની નિયુક્તિ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ થોડા સમય પહેલા કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ અને તેમના પર સમાજનો ખોટો ઉપયોગ કર્યાના આરોપ લાગ્યા હતા, ક્યાંક તેમનો વિરોધ થયો હતો. પરંતુ હવે તેમને બાજી સંભાળીને વિરોધીઓને જવાબ આપ્યો છે. 13 રાજ્યોના પ્રતિનિધિઓએ કુંવરજી બાવળિયાને પ્રમુખ બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. આગામી 3 વર્ષ માટે પ્રમુખ તરીકે બાવળીયાની નિયુક્તિ કરી દેવામાં આવી છે.

કુંવરજી બાવળીયાની કોળી સમાજના પ્રમુખ તરીકે રી-એન્ટ્રી થવાથી ભાજપને ચૂંટણી પહેલા રાહત મળી છે. 1 ઓગસ્ટે બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યાર બાદ વિવાદો થયા હતા. 2017માં કુંવરજી બાવળિયા સમગ્ર ભારત કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. તેમની પસંદગી 3 વર્ષ માટે કરવામાં આવી હતી. દેશના 17 રાજ્યોમાં કોળી સમાજનું સંગઠન ચાલે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar