Sat,27 July 2024,10:27 am
Print
header

રાજસ્થાનમાં મોટો અકસ્માત, ભાવનગરથી મથુરા જઇ રહેલી બસને ટ્રકે ટક્કર મારતા 12 લોકોનાં મોત થઇ ગયા

ગુજરાત સરકારે કરી જાહેરાત

મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય

રાજસ્થાનઃ ભરતપુર જિલ્લામાં સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. રસ્તાની બાજુમાં ઉભી રહેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં મુસાફરી કરી રહેલા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા તરફ જઈ રહી હતી. જયપુર-આગ્રા હાઈવે પર નાદબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતારા પુલ પર બસ બગડી હતી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી

પોલીસે જણાવ્યું કે આ બસ ભાવનગરથી જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી. આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો. મૃત્યું પામેલાઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષો હતા. તમામ મુસાફરોને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ 12 લોકોને મૃત જાહેર કર્યા હતા, ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.

પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યાં અનુસાર આ અકસ્માતમાં અંતુભાઇ, નંદરામભાઇ, લલ્લુભાઇ, ભરતભાઇ, લાલજીભાઇ, તેમના પત્ની મધુબેન, અંબાબેન, કમ્બુબેન, રામુબેન, અંજુબેન અને મધુબેનનું મૃત્યુ થયું છે. તેઓ ભાવનગરના દિહોરના રહેવાસી હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch