રાજસ્થાનઃ વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના ઉમેદવારના અવસાનને કારણે કરણપુર વિધાનસભા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 વિધાનસભા બેઠકો માટે 1,863 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય અંદાજે 5 કરોડ 25 લાખ 38 હજાર મતદારો કરશે. વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ સીએમ વસુંધરા રાજે, સચિન પાયલટ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દિયા કુમારી સહિત ઘણા દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા ચૂંટણીમાં દાવ પર છે.
રાજ્યવર્ધનની અપીલ - વોટ કરો, તે તમારું ભવિષ્ય નક્કી કરશે
ભાજપના સાંસદ અને જોતવાડા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર રાજ્યવર્ધન રાઠોડ જયપુરમાં મતદાન કેન્દ્ર પર પહોંચ્યાં હતા અને પોતાનો મત આપ્યો. આ પછી તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી.તેમણે કહ્યું, હું તમામ મતદાતાઓને વિનંતી કરું છું કે પાંચ વર્ષમાં એકવાર આવતો આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવે.તમારા મતના અધિકારનો ઉપયોગ કરો. આ તહેવાર તમારું ભવિષ્ય નક્કી કરશે. તમારા આગામી પાંચ વર્ષ નક્કી કરશે. તેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેનું કામ જોયું છે, બંનેના કામકાજમાં સ્પષ્ટ તફાવત છે. મને નથી લાગતું કે મતદારોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મોદીના મંત્રીએ કહ્યું- કોંગ્રેસની સરકાર ક્યારેય નહીં આવે
કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ બુથ નંબર 107, મિશ્રીમલ જી મહેતાબ દેવી સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળામાં પોતાનો મત આપ્યો. આ પછી તેમણે કહ્યું કે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી છૂટકારો મેળવવા, વધતા જતા ગુનાઓથી છૂટકારો મેળવવા માટે અમે ભાજપની તરફેણમાં એવી રીતે મતદાન કર્યું છે કે ભવિષ્યમાં અહીં ક્યારેય કોંગ્રેસની સરકાર નહીં આવે. રાજસ્થાનની જનતાએ છેલ્લા પાંચ વર્ષમાં ગણું સહન કર્યું છે.તેથી રાજસ્થાનમાં ભાજપની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે અને ભાજપને 150થી વધુ બેઠકો મળશે.
ઝાલાવાડના બાલાજી મંદિરમાં પૂજા
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજેએ રાધીમાં બાલાજી મંદિરમાં પૂજા કરી હતી. વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
#WATCH | BJP leader Vasundhara Raje, who is contesting from the Jhalrapatan assembly constituency, offers prayers in a temple in Jhalawar pic.twitter.com/jVB5laDYp3
— ANI (@ANI) November 25, 2023
અર્જુન રામ મેઘવાલે કહ્યું- ભાજપની સરકાર બની રહી છે
રાજસ્થાન વિધાનસભા મતદાન દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અર્જુન રામ મેઘવાલ પોતાનો મત આપવા બિકાનેર પૂર્વમાં કિસામીડેસરના બૂથ નંબર 174 પર પહોંચ્યાં હતા. દરમિયાન તેમણે કહ્યું, "મને લાગે છે કે ભાજપ તમામ સીટો પર જીતી રહ્યું છે.અહીં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. મેં દરેકને મતદાન કરવાની અપીલ કરી છે.
સચિન પાયલટે કહ્યું- આ વખતે રિવાજ બદલાશે
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ અંગે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે જણાવ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે આ વખતે પરંપરા બદલાશે. કોંગ્રેસને રાજ્યમાં ફરી તક મળશે. કોંગ્રેસને રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે બહુમતી મળશે. અહીંના લોકો તેમને મત આપવા માંગે છે.
#WATCH | On voting day in Rajasthan, Congress leader Sachin Pilot says, "I am confident that Congress will get another chance in the state. We will get the number required to form the government. People here want to vote for those who deliver and stay committed." pic.twitter.com/owCkuNDwkb
— ANI (@ANI) November 25, 2023
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો
હંમેશની જેમ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે. વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમની પરંપરાગત બેઠક સરદારપુરાથી ચૂંટણી લડી રહ્યાં છે. પૂર્વ સીએમ વસુંધરા રાજે ઝાલાવાડ જિલ્લાના ઝાલરાપાટનથી અને વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ તારાનગરથી ચૂંટણી લડી રહ્યાં છે.જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ ટોંક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.
મતદાન માટે સવારથી જ લાઇનો લાગી છે
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જયપુરના ઝોતવાડામાં મતદાન મથક પર મત આપવા માટે મતદારો લાઇનમાં ઉભા રહ્યાં છે. આ બેઠક પરથી ભાજપના બે વખતના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ તરફથી રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા અભિષેક ચૌધરી ચૂંટણી લડી રહ્યાં છે.
#WATCH | Rajasthan Elections | People queue up at a polling station in Jhotwara, Jaipur as voting gets underway for the state assembly elections. pic.twitter.com/054UWXB4CH
— ANI (@ANI) November 25, 2023
પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી
પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યાં છે.
राजस्थान विधानसभा चुनाव के लिए आज वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अधिक से अधिक संख्या में अपने मताधिकार का प्रयोग कर वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने जा रहे राज्य के सभी युवा साथियों को मेरी ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 25, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતમાં નકલીની બોલબાલા, કડંકટરે નકલી ટિકિટ ઈશ્યુ કરી - Gujarat Post | 2024-12-09 12:10:26
રાજ્યમાં અકસ્માતનો સિલસિલોઃ જૂનાગઢ બાદ અંકલેશ્વરમાં બે બસની ટક્કર, 15 લોકો ઘાયલ - Gujarat Post | 2024-12-09 11:44:56
BZ ગ્રુપના કૌભાંડી ઝાલાની જામીન અરજી પર આજે સુનાવણી- Gujarat Post | 2024-12-09 11:26:27
માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત થતા ફાટ્યો ગેસનો બાટલો, 7 લોકોનાં મોત | 2024-12-09 10:20:10
ડીપીએસ, જીડી ગોએન્કા સહિત દિલ્હીની 40 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાં, 30 હજાર ડોલરની માંગણી કરાઇ | 2024-12-09 09:22:10
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર વાગી મ્હોર | 2024-12-04 13:50:51
પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખવીર સિંહ બાદલ પર ઘાતક હુમલો, ગોલ્ડન ટેમ્પલના ગેટ પાસે ગોળીબાર | 2024-12-04 10:34:24
Breaking News: દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલાનો પ્રયાસ | 2024-11-30 20:00:52
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં હારને લઈને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખખડાવ્યાં હોવાની ચર્ચાઓ | 2024-11-30 12:08:20
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32