(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
હોશિયારપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આજે તેમની યાત્રા પંજાબના હોશિયારપુરમાં છે. મંગળવાર સવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. હોશિયારપુરના દસુહામાં એક વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને રાહુલ ગાંધીની નજીક પહોંચી ગયો હતો અને રાહુલને ગળે લાગી ગયો હતો, તે જોતા સુરક્ષા જવાનોએ તરત જ તેને પકડીને બહાર કરી દીધો હતો.
રાહુલ ગાંધીની નજીક આવતા જ સુરક્ષાકર્મીઓ અને નેતાઓ સક્રિય થઈ ગયા અને તેમને તરત જ ત્યાંથી હટાવ્યાં હતા. આ ઘટના બાદ હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે.આટલી સઘન સુરક્ષામાં કોઈ વ્યક્તિ રાહુલ ગાંધીની આટલી નજીક કેવી રીતે જઈ શકે. જે સમયે આ વ્યક્તિ રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો, તે સમયે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા વારિંગ પણ ત્યાં હતા અને તેમણે સુરક્ષાકર્મીઓ સાથે મળીને તેમને ત્યાંથી હટાવ્યો હતો.
કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહને બે વખત પત્ર લખ્યો છે.જો કે રાહુલની સુરક્ષામાં લાગેલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું કહેવું છે કે રાહુલ ગાંધીએ પોતે અનેક વખતે સુરક્ષાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
#WATCH | Punjab: A man tried to hug Congress MP Rahul Gandhi, during Bharat Jodo Yatra in Hoshiarpur, was later pulled away by workers.
— ANI (@ANI) January 17, 2023
(Source: Congress social media) pic.twitter.com/aybyojZ1ps
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27