Thu,18 April 2024,11:36 am
Print
header

રાહુલે કહ્યું મારે કેમ ભારત જોડો યાત્રા કરવી પડી ?? દેશમાં લોકશાહીની રક્ષા કરતી સંસ્થાઓ પર ભાજપનો કબ્જો

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી પર ફરીથી નિશાન સાધ્યું છે, વિદેશમાં દેશને બદનામ કરવાના આરોપોને લઈને તેમણે વળતા જવાબમાં કહ્યું કે તેમને કન્યાકુમારીથી- કાશ્મીર સુધી લગભગ 4,000 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કરવાની ફરજ પડી હતી કારણ કે લોકશાહીનું રક્ષણ કરતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપતી તમામ સંસ્થાઓ પર ભાજપે કબ્જો કરી લીધો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની ભારત જોડો યાત્રાએ આખા દેશને બતાવ્યું કે અસલી ભારત શું છે. ભારતના મૂલ્યો શું છે ?  આપણો ધર્મ આપણને શું શીખવે છે ? આપણી જુદી જુદી ભાષાઓ શું કહે છે ? આપણી જુદી જુદી સંસ્કૃતિઓ આપણને કહે છે કે આપણે જુદા જુદા મંતવ્યો ધરાવતો દેશ છીએ. આપણામાં કોઈ દ્વેષ વિના, ક્રોધ અને અપમાન વિના સૌહાર્દપૂર્ણ રીતે સાથે રહેવાની ક્ષમતા છે, જ્યારે આપણે તે કરીએ છીએ ત્યારે જ આપણે સફળ થઈએ છીએ.ભાઇચારો અમારી યાત્રાને સંદેશ હતો.

કેમ્બ્રીજમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ ભાજપે આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં હાર બાદ તેમણે વિદેશમાં જઇને ભારતને વારંવાર બદનામ કર્યું છે. રાહુલ ગાંધીએ શનિવારે સાંજે ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશન (આઇજેએ) દ્વારા આયોજિત ઇન્ડિયા ઇનસાઇટ્સ ઇવેન્ટમાં પત્રકારોને જણાવ્યું કે, મને યાદ છે કે વડાપ્રધાન વિદેશ ગયા હતા અને કહ્યું હતું કે સ્વતંત્રતાના 70 વર્ષમાં કંઇ કરવામાં આવ્યું નથી. મને યાદ છે કે તેમણે કહ્યું હતું કે એક દાયકો ખોવાઈ ગયો છે, ભારતમાં મોટો ભ્રષ્ટાચાર છે. મને યાદ છે કે તેમણે આ વાત વિદેશમાં કહી હતી. મેં ક્યારેય મારા દેશનું અપમાન કર્યું નથી. મને તેમાં રસ નથી. હું તે ક્યારેય નહીં કરું.

હકીકત એ છે કે વિદેશમાંં જાય ત્યારે ભારતને બદનામ કરનાર વ્યક્તિ ભારતના વડાપ્રધાન છે. તમે તેમનું ભાષણ સાંભળ્યું નથી, જ્યાં તેમણે કહ્યું હતું કે આઝાદી પછી ભારતમાં કંઇ જ કરવામાં આવ્યું નથી. શું કોઈ ભારતીય તેનાં માતાપિતા, દાદા-દાદીનું અપમાન કરે છે ? કોંગ્રેસે ઓગસ્ટ 2015 માં દુબઈમાં મોદીની ટિપ્પણી માટે ટીકા કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમારી સરકારને વર્ષો જૂની સમસ્યાઓ જ મળી છે.

તે વર્ષે મે મહિનામાં દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું એક સમય હતો જ્યારે લોકો ભારતમાં જન્મ લેવાનો અફસોસ કરતા હતા, પરંતુ હવે ભારતમાં લોકો ગર્વ લઇ રહ્યાં છે, અમારી સરકારે અનેક કામો કર્યાં છે.

રાહુલ ગાંધીએ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ભારતીય લોકશાહી પર હુમલો કરીને કહ્યું કે તેમની જાસૂસી થઇ રહી છે, તેમને ચીનને સારૂં ગણાવ્યું અને કાશ્મીરને હિંસક,આ ટિપ્પણીને પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવી ખેંચતાણ શરૂ થઈ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch