જલંધરઃ વારિસ પંજાબ ડેના વડા અમૃતપાલ સિંહને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલ હતા પરંતુ હવે તે ફરાર છે. આ પહેલા અમૃતપાલ સિંહના 6 સાથીઓની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલસિંહના કાફલાનો પોલીસ પીછો કર્યો હતો, પરંતુ હજુ સુધી તે પોલીસના હાથમાં આવ્યો નથી. અમૃતપાલ સિંહ સામે 3 કેસ નોંધાયા છે. જેમાંથી 2 હેટ સ્પીચ સાથે સંબંધિત છે. ધરમકોટ નજીક મહિતપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ દાખલ છે.
ਸਾਰੇ ਨਾਗਰਿਕਾਂ ਨੂੰ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਸ਼ਾਂਤੀ ਅਤੇ ਸਦਭਾਵਨਾ ਬਣਾਈ ਰੱਖਣ।
— Punjab Police India (@PunjabPoliceInd) March 18, 2023
ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਕਾਨੂੰਨ ਵਿਵਸਥਾ ਬਣਾਈ ਰੱਖਣ ਲਈ ਕੰਮ ਕਰ ਰਹੀ ਹੈ।
ਨਾਗਰਿਕਾਂ ਨੂੰ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਉਹ ਘਬਰਾਉਣ ਨਾ ਅਤੇ ਜਾਅਲੀ ਖ਼ਬਰਾਂ ਜਾਂ ਨਫ਼ਰਤ ਭਰੇ ਭਾਸ਼ਣ ਨਾ ਫੈਲਾਉਣ। pic.twitter.com/9SHo2y4MFL
પંજાબમાં આવતીકાલ સુધી ઈન્ટરનેટ સેવા બંધ
સમગ્ર પંજાબમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, તમામ એસએમએસ સેવાઓ (બેન્કિંગ અને મોબાઇલ રિચાર્જ સિવાય) અને વોઇસ કોલ સિવાય મોબાઇલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી સેવાઓ 12:00 કલાક સુધી સ્થગિત રહેશે. પંજાબ પોલીસે લોકોને રાજ્યમાં કાયદો, વ્યવસ્થા જાળવવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
કટ્ટરપંથી શીખ નેતા અને ખાલિસ્તાની સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહ છેલ્લા કેટલાક અઠવાડિયામાં પંજાબમાં એકદમ સક્રિય થઈ ગયો છે. કારણ કે ગયા મહિને અમૃતસરની બહારના વિસ્તારમાં આવેલા અજનાલા પોલીસ સ્ટેશનમાં તેના સમર્થકોએ એક સાથીને મુક્ત કરવાની માંગ સાથે પોલીસ સાથે અથડામણ કરી હતી. અમૃતપાલના છ સાથીઓની શનિવારે જલંધરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે અમૃતપાલ ?
અમૃતપાલ સિંહ વારિસ પંજાબ ડેના વડા છે. ગયા વર્ષે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી અભિનેત્રી દીપ સિંધુએ આ સંસ્થા શરુ કરી હતી. સિંધુના નિધન બાદ અમૃતપાલ સિંહ આ સંગઠનના નેતા બન્યાં હતા. દીપ સિંધુનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતુ, જ્યારે ખેડૂત આંદોલન દરમિયાન ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહનો જન્મ પંજાબના જલ્લુપુર ખેરામાં થયો હતો. અમૃતપાલ સિંહ એક સ્વયંભૂ ઉપદેશક છે, જે પોતાને શીખ સમુદાયના પ્રતિનિધિ તરીકે ગણાવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52