Sat,27 April 2024,7:26 am
Print
header

મોટી જાહેરાત, ગુજરાતમાં સોમવારથી સરકારી અને ખાનગી કચેરીઓ 100 ટકા હાજરી સાથે ધમધમશે

ગાંધીનગરઃ કોરોનાના કેસ ઓછા થતા રાજય સરકારે તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 100 ટકા નિશ્ચિત કરવાની જાહેરાત કરી છે. 7 તારીખથી સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા હાજરી સાથે ધમધમશે. રાજયમાં કોરોનાની બીજી લહેરને રોકવા નાઈટ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો લદાયા છે કોરોના સંક્રમણને રોકવા માટે તમામ સરકારી કર્મચારીઓમાં રોટેશન મુજબ 50 ટકા સ્ટાફને જ હાજરી આપવાની છૂટ હતી.

જયારે સંક્રમણ પીક પર જતું હતું તે સમયે આવશ્યક સિવાયની તમામ સરકારી કચેરીઓને પ્રથમ અને ત્રીજા શનિવારે પણ બંધ રાખવાના આદેશ અપાયા હતા પણ હવે રાજયમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા રાજય સરકારે 7 તારીખ સોમવારથી તમામ સરકારી અને અર્ધસરકારી ઉપરાંત નિગમોની કચેરીમાં નિયત સમય મુજબ 100 ટકા હાજરી સાથે કાર્યરત થશે તેવી જાહેરાત થઈ છે. ઉપરાંત કાલે પ્રથમ શનિવારે પણ તમામ કચેરીઓ ચાલું જ રહેશે અને અગાઉની જેમ બીજા અને ચોથા શનિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. સચિવાલય સહિતની તમામ સરકારી કચેરીઓને આ આદેશ આપી દેવામાં આવ્યા છે.

મુખ્ય સચિવની સૂચનાથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ પેન્ડીંગ કામોનો પણ તાત્કાલીક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે 100 ટકા હાજરી પણ સુનિશ્ચિત કરવા માટે જણાવાયું છે. બીજી તરફ સરકારે હવે તમામ ખાનગી કચેરીઓને પણ તેમના નિયમ મુજબ 100 ટકા હાજરી સાથે કામકાજની છૂટ આપી છે તથા તેમના કામકાજના કલાકો સુધી કામગીરી કરશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar