Sat,27 April 2024,8:19 am
Print
header

આખરે કેમ પાછો ખેંચવો પડ્યો નાની બચતના વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય, નાણાંમંત્રીને કોને લગાવી ફટકાર ?

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રાલયે નાની બચત યોજનાના વ્યાજદરમાં ઘટાડો કરીને પાછો નિર્ણય કલાકોમાં જ બદલવો પડ્યો છે. દેશમાં લાખો નિવૃત કર્મચારીઓ અને નાગરિકો નાની બચત યોજનામાં નાણાં રોકે છે અને તેમના માટે આ સલામત યોજના છે. કેન્દ્રીય નાણામંત્રાલયે તેના વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા કરોડો લોકો પર તેની અસર થાય તેમ હતી જો કે કલાકોમાં જ આ જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી હતી.અને વ્યાજદર જે હતો તે જ રાખવામાં આવ્યો હતો.

રાત્રે આ નિર્ણય કરાયો અને વહેલી સવારે પીએમઓએ તેમાં દખલ કરી હતી વડાપ્રધાન મોદીએ જ નાણાંમંત્રી નિર્મલા સીતારમને આ મામલે ફટકાર લગાવી હોય શકે છે જેથી તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો નાણામંત્રી નિર્મલા સીતારમણે વહેલી સવારે ટ્વીટ કરીને વ્યાજદરમાં કોઇ ફેરફાર ન કરવાની જાણકારી આપી હતી, અને કોઇ ભૂલથી આ જાહેરાત થયાનું કહ્યું હતુ, એક તરફ પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં ચૂંટણી છે અને બીજી તરફ વ્યાજદરમાં જો ઘટાડો કરાયો હોત તો જનતા રોષે ભરાઇ જાત જેની સીધી અસર ભાજપના વોટબેંક પર થાય તેમ હતી. બીજી તરફ કોંગ્રેસે પણ સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવીને જનતાનો પક્ષ લીધો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch