Mon,09 December 2024,12:03 am
Print
header

પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ નર્વસ...વર્ષોથી પડતર પડેલા કામો અમે કર્યાં, 370 નાબૂદી, ટ્રિપલ તલાકની કરી વાત

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રમાં પીએમ મોદી કોંગ્રેસ પર વરસ્યાં હતા અને ભાજપ સરકારની ઉપલબ્ધીઓની વાત કરી હતી, લોકસભા ચૂંટણી 2024 પહેલાના આ અંતિમ સત્રમાં મોદીએ કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરી, અમે ટ્રિપલ તલાકને નાબૂદ કરીને મહિલાઓ માટે કામ કર્યું છે.

મોદીએ કહ્યું કે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જે કામ કર્યું છે તે ગેમ ચેન્જર્સ છે, હવે આપણા ભારતનો મજબૂત પાયો દેખાય છે.કોરોના સામેની લડાઇ વિશે વાત કરતા મોદીએ કહ્યું કે આપણે દુનિયાને આપણી તાકાત બતાવી છે, કરોડો લોકોને રસિનો ડોઝ આપીને આપણે સાબિત કર્યું છે કે ભારત હવે વૈશ્વિક કક્ષાએ પણ ઉભરતી તાકાત છે.

17મી લોકસભાએ 5 વર્ષમાં અનેક મહત્વના નિર્ણયો કર્યાંઃ મોદી

સંસદમાં રામમંદિરની પ્રતિષ્ઠા પર પણ થઇ ચર્ચા

રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું આ કોંગ્રેસ એક જ પ્રોડક્ટને લોન્ચ કરવામાં લાગી છે પરંતુ કંઇ થઇ રહ્યું નથી, ઓબીસીને લઇને રાહુલે કહ્યું હતું કે મોદીનો જન્મ ઓબીસી પરિવારમાં થયો જ નથી, હવે કોંગ્રેસે ઓબીસીનો મુદ્દો ઉઠાવ્યો છે, તો તેની સામે હવે મોદીએ આરક્ષણને લઇને નહેરુને યાદ કરીને કહ્યું કે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ મુખ્યપ્રધાનોને પત્ર લખીને કહ્યું હતુ કે હું આરક્ષણનો વિરોધી છું,ખાસ કરીને નોકરીઓમાં હું આરક્ષણનો વિરોધ કરું છું. કોંગ્રેસે અનેક વખત આરક્ષણને લઇને મોદી સરકારને ઘેરી છે ત્યારે હવે મોદીએ કોંગ્રેસને એક એક વાત યાદ કરાવી દીધી છે.

2024 માં અમારી સરકાર બનશેઃ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે સતત ત્રીજી વખત સરકાર બનાવીશું અને આ વખતે અનેક મહત્વના નિર્ણયો લઇશું, કોંગ્રેસને ખબર પડી ગઇ છે કે આ વખતે પણ દુર્દશા થવાની છે જેથી આ લોકો નર્વસ થઇ ગયા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch