Fri,03 May 2024,7:00 pm
Print
header

ભારત આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે, આપણે 6%ના દરે વૃદ્ધિ કરી રહ્યાં છીએ: PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. ગુજરાત મિલ્ક ફેડરેશનની 50મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા. સમારોહને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ એક સાથે જે રોપા વાવ્યાં હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે, આ વિશાળ વટવૃક્ષની શાખાઓ આજે દેશ-વિદેશમાં ફેલાયેલી છે. વૈશ્વિક ડેરી સેક્ટર દર વર્ષે બે ટકાના દરે વધી રહ્યું છે. જ્યારે ભારતનું ડેરી સેક્ટર છ ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે.

મહિલા શક્તિ ડેરી ક્ષેત્રની આગામી કરોડરજ્જુ છે

પીએમ મોદીએ કહ્યું કે અમૂલ ઉત્પાદનો વિશ્વના 50 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ભારતમાં માથાદીઠ દૂધની ઉપલબ્ધતામાં 40 ટકાનો વધારો થયો છે. દેશના ડેરી ક્ષેત્રની આગામી કરોડરજ્જુની આગલી ઓળખ મહિલા શક્તિ છે. અમૂલ આ ઉંચાઈએ મહિલા શક્તિના કારણે જ પહોંચી છે. દેશમાં અમૂલ જેવી બીજી કોઈ બ્રાન્ડ નથી. અમૂલ સહકારી શક્તિનું ઉદાહરણ છે. ડેરી સેક્ટર 6 ટકાના દરે વિકાસ કરી રહ્યું છે.

પીએમએ કહ્યું કે આજે મહિલાઓની આર્થિક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મુદ્રા યોજનાના 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે. પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડથી વધુ ઘર આપવામાં આવ્યાં છે, જેમાંથી મોટાભાગના લાભાર્થીઓ મહિલાઓ છે.

ગુજરાત મિલ્ક ફેડરેશનની 50મી વર્ષગાંઠ

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યાં હતા. પીએમ મોદીએ ત્યાં હાજર ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી. મોટેરા સ્ટેડિયમમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતા,મોદીએ ગુજરાતની દૂધ સમિતિઓ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને અભિનંદન પાઠવ્યાં હતા. કાર્યક્રમમાં PM મોદીનું GCMMFનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીએ ગુજરાતને 60,000 કરોડ રૂપિયાના કામોની ભેટ આપી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch