Sat,27 April 2024,8:53 am
Print
header

મોદીનું મિશન ગુજરાત, વડાપ્રધાન મોદી ફરી એક વખત આવશે ગુજરાત પ્રવાસે, જાણો તેમનો કાર્યક્રમ- Gujarat post

પ્રધાનમંત્રી અનેક વિકાસ કાર્યોની આપશે ભેટ 

મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાઓ સંબોધશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીઓ પ્રચાર વધારી રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા એક મહિનામાં ત્રણ વખત ગુજરાત પ્રવાસે આવી ચૂક્યાં છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત પ્રવાસ કરી રહ્યાં છે. ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. મોદી પાંચ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અને પાંચ દિવસમાં 12થી વધુ જનસભાઓ સંબોધશે. પ્રધાનમંત્રી અનેક વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપશે.

મોદી 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. તેઓ 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર  છે.  કુલ 5 દિવસમાં પીએમ મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી 9 ઓક્ટોબરે મોડાસાના પ્રવાસે આવશે. 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ પ્રવાસે આવશે. તેઓ 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણા જશે. 

ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસ આવી રહ્યાં છે. શાહ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુર્હૂત કરશે. ઉપરાંત તેઓ માણસા કુળદેવીના મંદિરમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કરશે. અમિત શાહ અને મોદીના કાર્યક્રમને લઈને તાબડતોબ કામગીરી શરૂ કરી દેવાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar