Sat,27 April 2024,5:26 am
Print
header

PM મોદીએ આપી ગુજરાતને મોટી ભેટ, રાજ્યમાં કોરોના કામગીરીને લઈને પણ રૂપાણી સરકારની કરી પ્રશંસા

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને મોટી ભેટ આપી હતી. મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત સાયન્સ સિટીના એક્વાટિક્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, નેચર પાર્કનું ઈ લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ ફાઈવ સ્ટાર બિઝનેસ હોટેલનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમતિ શાહ, સીએમ રૂપાણી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીથી કરી હતી

પીએમ મોદીએ કહ્યું દેશના વિકાસની ગાડી બે પાટા પર જ આગળ વધશે. એક આધુનિકતા, બીજી ગરીબ કલ્યાણ ખેડૂતો દ્વારા.  હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે બસ સ્ટેશનને આધુનિક બનાવવાના કામ કર્યાં હતા. આજે ગુજરાતમાં અનેક બસ સ્ટેશન આધુનિક બની ગયા છે. એરપોર્ટ જેવી સુવિધા મળે છે. હું દિલ્હી આવ્યો ત્યારે રેલવેના અધિકારીઓને બસ સ્ટેશન જોવા મોકલ્યાં હતા, આવા સ્ટેશન કેમ ન હોવા જોઈએ તેમ પૂછ્યું હતું.

દેશમાં ગાંધીનગર રેલવે સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માઈન્ટ સેટમાં આવેલો બદલાવ દેખાડે છે. રેલવેનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાત અને દેશના વિકાસકાર્યો વચ્ચે કોરોના મહામારીનું ધ્યાન રાખવાનું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ગુજરાત ની રૂપાણી સરકારે કોવિડ ક્રાઇસિસનું સારી રીતે મેનેજમેન્ટ કર્યું છે. ટ્રીટમેંટ, ટેસ્ટિંગ અને ટ્રેકિંગ અને ટીકાના મંત્રથી કોરોના સંક્રમણના દરને નીચો રાખવાનો છે. ટૂંક સમયમાં જ રાજ્ય 3 કરોડના વેક્સિનેશન ટાર્ગેટ સુધી પહોંચી જશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar