Sat,27 April 2024,4:31 am
Print
header

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તબિયત બગડી, દિલ્હીની એમ્સમાં દાખલ કરાયા

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા દિલ્હીની અખિલ ભારતીય ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે, તેમને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો અને ડોકટરોની સલાહ પર તેમને આજે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે "ગત વર્ષે એપ્રિલમાં મનમોહન સિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા થોડા દિવસ સુધી એઈમ્સમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

મનમોહનસિંહ 2004 થી 2014 સુધી યુુપીએ સરકારમાં વડાપ્રધાન હતા. તેમણે 2009 માં AIIMS માં હાર્ટ બાયપાસ સર્જરી કરાવી હતી. કોરોના પોઝિટિવ થયા બાદ તેમને 19 એપ્રિલના રોજ એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ પછી, 29 એપ્રિલના રોજ, તેમને એમ્સના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ 88 વર્ષના છે અને તેમને સુગરની બીમારી છે. ભૂતપૂર્વ પીએમની બે બાયપાસ સર્જરી થઈ છે. તેમની પ્રથમ સર્જરી 1990 માં યુનાઇટેડ કિંગડમમાં કરવામાં આવી હતી,  બીજી બાયપાસ સર્જરી 2009 માં AIIMS માં કરવામાં આવી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch