Sat,27 July 2024,10:47 am
Print
header

બ્રાઝિલના એમેઝોનાસમાં પ્લેન ક્રેશ, ક્રૂ મેમ્બર સહિત 14 લોકોનાં મોત થઇ ગયા

બ્રાઝિલઃ એમેઝોનાસ રાજ્યમાં શનિવારે એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થઇ ગયા છે. રાજધાની માનૌસથી લગભગ 400 કિલોમીટર દૂર બાર્સેલોસમાં આ અકસ્માત થયો હતો.મૃતકોમાં અમેરિકન નાગરિકો પણ સામેલ છે. એમેઝોનાસ રાજ્યના ગવર્નર વિલ્સન લિમાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે શનિવારે બાર્સેલોસમાં વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા 12 મુસાફરો અને 2 ક્રૂ સભ્યોના મૃત્યુંથી ખૂબ જ દુઃખી છું. અમારી ટીમો આવશ્યક સહાય પૂરી પાડવા માટે કામ કરી રહી છે. મારી સંવેદના અને પ્રાર્થના મૃતકોના પરિવારો સાથે છે.

મનૌસ એરોટેક્સી એરલાઈને વિમાન દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે તે ઘટનાની તપાસ કરી રહી છે, આ મુશ્કેલ સમયમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તમામ માહિતી પૂરી પાડવામાં આવશે.

ખરાબ હવામાનને કારણે પ્લેન ક્રેશ થયું હતું

રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં બધા મુસાફરોના મોત થઇ ગયા છે. પ્લેન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ વિમાને મનૌસથી ઉડાન ભરી હતી. આ અકસ્માત લગભગ બપોરે 3 વાગ્યે થયો હતો. પ્લેન ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું છે, લેન્ડિંગ સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો.

ઈટાલીમાં એક્રોબેટિક્સ કરતી વખતે આર્મી પ્લેનનો અકસ્માત

ઇટાલિયન એરફોર્સનું એક વિમાન એરોબેટિક્સ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જમીન પર પટકાતા પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું. આ દુર્ઘટના ઈટાલીના ઉત્તરી શહેર તુરીન કેસલ એરપોર્ટ પાસે થઈ હતી. પ્લેનનો એક ભાગ રોડ પર જઈ રહેલી કાર પર પડ્યો હતો. જેમાં યુવતી તેના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. જેમાં બાળકી અને તેના માતા-પિતા ખરાબ રીતે દાઝી ગયા હતા, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પાયલોટે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદકો માર્યો હતો, પરંતુ તે પણ દાઝી ગયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch