Sat,27 April 2024,12:18 am
Print
header

મેડિકલ સાયન્સની દુનિયામાં નવી સિદ્ધી, માણસના શરીરમાં લગાવાયું ડુક્કરનું હૃદય– Gujarat Post

(demo pic)

  • 57 વર્ષીય વ્યક્તિના શરીરમાં કરાયું ટ્રાન્સપ્લાન્ટ
  • ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ દર્દીની બીમારીનો ઈલાજ હજુ નિશ્ચિત નથી
  • જાનવરોમાંથી માનવીમાં ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે

વોશિંગ્ટનઃ અમેરિકન તબીબોએ મેડિકલ સાયન્સની દુનિયામાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ડોક્ટરેએ માનવના શરીરમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. 57 વર્ષીય વ્યક્તિના શરીરમાં જિનેટિકલી મોડિફાઇડ ડુક્કરનું હૃદય સફળતાપૂર્વક લગાવીને એક નવી સિદ્ધી મેળવી છે. આ પ્રક્રિયા અંગ દાનની કમીને દૂર કરવામાં મદદ મળશે.

યૂનિવર્સિટી ઓફ મેરિલેંડ મેડિકલ સ્કૂલે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે આ ઐતિહાસિક ટ્રાન્સપ્લાન્ટ શુક્રવારે કરવામાં આવ્યું હતું. સ્કૂલે એમ પણ કહ્યું કે આ ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ દર્દીની બીમારીનો ઈલાજ હજુ નિશ્ચિત નથી. પરંતુ જાનવરોમાંથી માનવીમાં ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે મેરીલેંડના રહેવાસી 57 વર્ષીય ડેવિડ બેનેટ નામના દર્દી અનેક ગંભીર બીમારીઓથી પીડાતા હતા. તેમના માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય માનવામાં આવતું હતું, પરંતુ જીવ બચાવવા માટે નિર્ણય લેવો પડ્યો. તેમની તબિયત સતત બગડતી હતી,આખરે તેમના શરીરમાં ડુક્કરનું હૃદય લગાવવામાં આવ્યું છે. ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીની હાલત ઠીક છે,નવા અંગ શરીરમાં કઈ રીતે કામ કરી રહ્યાં છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch