Sat,27 April 2024,5:25 am
Print
header

પરેશ ધાનાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લોખંડના ભંગારનો ભૂક્કો કહ્યું, એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય સત્રના ત્રીજા દિવસે ગૃહમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના એક નિવેદન પર વિવાદ થયો હતો. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભુક્કો કરીને તેમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. ધાનાણીના આ નિવેદન સામે સરકારે વિરોધ નોંધાવ્યો હતો.અને એક દિવસ માટે ધાનાણીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા છે, 

આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.

વિધાનસભામાં ઉપ મુખ્યમંત્રી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખર્ચ અને પ્રવાસીઓ વિશે જવાબ આપતા હતા ત્યારે કોંગ્રેસના લલિત વસોયા અને પ્રતાપ દૂધાત સરકાર વિરોધી ટિપ્પણી કરી હતી. આ સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમનો સભ્યોનો પક્ષ લેતા જણાવ્યું હતું કે, કેદી હંમેશા ટૂંકા પ્રવચન જેવા જવાબો રજૂ કરે છે. સરદાર પટેલ ગૌરવ છે પરંતુ લોખંડી પુરુષને બંધારણમાં કેદ કર્યા છે. તેઓ વિધાન કરતા બંને પક્ષે દેકારો મચી ગયો હતો. પરેશ ધાનાણીએ કરેલા શબ્દો પાછા ખેંચવાની ભાજપના સભ્યોએ જીદ કરી હતી. જોકે સામે કોંગ્રેસના સભ્યોએ પણ શબ્દો પરત નહી ખેંચવા સામે રાજકીય દલીલો કરતાં હતા.

આ તબક્કે વિજય રૂપાણીએ ગૃહ સમક્ષ જણાવ્યું હતું કે, સરદાર પટેલ એક અનુભવ છે અને સમગ્ર દુનિયાભરમાં સૌથી મોટી આપણે બનાવ્યું છે ત્યારે કોંગ્રેસ સરદારનું અપમાન કરે છે અને જવાબ સાંભળતા નથી. જો તમને વાંધો હોય તો પછી તમે ટીકા ટીપ્પણી કરો. દુનિયામાં સૌથી મોટો ઊંચામાં ઊંચી પ્રતિમા અમે બનાવી છે. સરદાર પટેલ લોખંડી કહેવાતા હતા અને લોકોના પ્રતિક ઉઘરાવીને આવી હોવાનું જણાવ્યું હતું.

આ મુદ્દે ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખર્ચ અને પ્રવાસીઓ માટે જ્યારે માહિતી આપતો હતો ત્યારે વિપક્ષના નેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારનો ભૂકો કહ્યો હતો. અમારા તમામ સભ્યો એ તેમને માફી માંગવા કહ્યું હતું. તેમણે સરદારનું અપમાન કર્યું છે. વિધાનસભા ના રેકોર્ડ પર પણ પરેશ ધનાણીએ ત્રણ વખ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારનો ભૂકો કહ્યું હતું. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પણ અમને કહ્યું કે પરેશ ભાઈએ ભૂલ કરી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કહ્યુ કે તેમણે માફી માગવી જોઈએ. આવનારા દિવસોમાં કોંગ્રેસને આ અપમાન મામલે નુકશાનનો સામનો કરવો પડશે.

ભાજપે માફી મંગાવી જોઈએ - કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ

વિધાનસભામાં હોબાળા અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન કર્યું હતું કે પ્રશ્નનો જવાબ આપવામાં નીતિન પટેલે 15 મિનિટ લીધી હતી. સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવવા ભાજપે ગામડે ગામડેથી ભંગાર ઉઘરાવ્યો હતો એ ગોડાઉનમાં પડ્યો છે. સ્ટેચ્યુ ચાઇનાએ બનાવ્યું છે. પ્રતિમા બનાવવા ચીનનો સહારો લેવો પડ્યો છે. ભાજપે માફી મંગાવી જોઈએ ભાજપ અને મોદીએ સરદારનું અપમાન કર્યુ છે. ભાજપની રણનીતિ હતી કે આગળના પ્રશ્નોના જવાબ સરકારને આપવા ના પડે એટલે નીતિનભાઈએ ટૂંકો જવાબ આપવાનો બદલે 15 મિનિટ બોલ્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar