Sat,27 July 2024,10:34 am
Print
header

પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન મોટો આતંકવાદી હુમલો, બ્લાસ્ટમાં 5 જવાનોનાં મોત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં નવી સરકાર માટે સવારથી જ મતદાન થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓ વચ્ચે બપોરે એક મોટો આતંકવાદી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચીમાં આતંકવાદીઓએ પોલીસની મોબાઈલ વાનને નિશાન બનાવી છે. આતંકવાદીઓએ પહેલા IED બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે ચારેબાજુ ચીસો મચી ગઈ હતી.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં 5 પોલીસ કર્મચારીઓનાં મોત થયા હતા અને 2 ઘાયલ થયા છે. હુમલાખોરોએ 30 મિનીટથી વધુ સમય સુધી સતત ગોળીબાર કરતા પહેલા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ ગોઠવી દીધું હતું. આ વિસ્ફોટકથી વાહનના ટુકડા થઈ ગયા હતા. ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે બલૂચિસ્તાન પ્રાંતમાં બે વિસ્ફોટોમાં 30 લોકો માર્યાં ગયા હતા.

પાકિસ્તાનમાં સવારે 8 વાગ્યાથી સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યાં છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે, કારણ કે તેમને સેનાનું સમર્થન છે. સવારે શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીઓમાં દેશભરના કુલ 12,85,85,760 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, મતદાનને ધ્યાનમાં રાખીને આજે દેશમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મત ગણતરી શરૂ થશે.

સરકારે કહ્યું કે પાકિસ્તાનમાં બગડતી સુરક્ષા સ્થિતિને કારણે મોબાઈલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશભરમાં મોબાઇલ સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કરાચી અને પેશાવર સહિતના કેટલાક શહેરોમાં ફોન સેવા પણ પ્રભાવિત થઈ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch