Mon,09 December 2024,12:50 pm
Print
header

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 28 લોકોનાં મોત, મૃૃતકોમાં અનેક પોલીસકર્મીઓ સામેલ

પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઈન્સ વિસ્તારમાં મસ્જિદમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ બ્લાસ્ટમાં 28 લોકોના મોત થયા છે અને 150 લોકો ઘાયલ થયા છે. બપોરે 1.40 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યાં અનુસાર મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 લોકોની હાલત ગંભીર છે.

અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ ઘટના અંગે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. તેમણે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આતંકવાદ સામે ગુપ્તચર ઉપકરણોને મજબૂત બનાવવા અને સેનાને પુરતા સાધનો પૂરા પાડવાની માંગ કરી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. હજુ સુધી કોઈ પણ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.જો કે પાકિસ્તાન તાલિબાન તરીકે ઓળખાતા તહરીક-એ-તાલિબાને અનેક વખત પાકને ધમકી આપી હતી.

પેશાવરના પોલીસ અધિક્ષક શઝાદ કુકાબે મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટ ત્યારે થયો હતો, જ્યારે તેઓ નમાઝ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ્યા હતા. તેમને કહ્યું કે તે સદનસીબે તેઓ આ હુમલામાં બચી ગયા હતા. મસ્જિદનો એક ભાગ ધરાશાયી થયો હતો, પેશાવરની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

પેશાવર બ્લાસ્ટ બાદ ઈસ્લામાબાદ સહિત મોટા શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાર્યકારી મુખ્યપ્રધાન આઝમ ખાને આ હુમલાની નિંદા કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે ટ્વિટ કરીને કહ્યું કે, દુઆ અને સંવેદના પીડિતોના પરિવાર સાથે છે. આતંકવાદના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે આપણે આપણી ગુપ્ત માહિતી એકઠી કરીએ અને આપણા પોલીસ દળોને યોગ્ય રીતે સજ્જ કરીએ તે જરૂરી છે. ગયા વર્ષે શહેરના કોચા રિસાલદાર વિસ્તારમાં શિયા મસ્જિદમાં થયેલા આવા જ હુમલામાં 63 લોકોના મોત થયા હતા, આજના આ હુમલામાં અનેક પોલીસકર્મીઓના મોત થઇ ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch