Sat,27 April 2024,9:07 am
Print
header

Big news- પાકિસ્તાનની સૌથી મોટી અવળચંડાઇ, હવે નવા નકશામાં જૂનાગઢને બતાવ્યો પોતાનો હિસ્સો

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરવાને 5 ઓગસ્ટે 1 વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, ત્યારે વરસીની સાંજે જ ઇમરાન ખાનની સૌથી મોટી અવળચંડાઇ સામે આવી છે, આ વખતે ઇમરાન સરકારે નવો નકશો બહાર પાડ્યો છે, જેમાં જૂનાગઢ, માણાવદર સહિતના વિસ્તારોને પોતાના ગણાવીને ફરીથી પોતાની નફ્ફટાઇ બતાવી છે. 

ઇમરાન ખાન સરકારે આ નકશો તેમની સ્કૂલોના અભ્યાસક્રમમાં ભણાવવાની જાહેરાત કરીને ભારતની ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ નેપાળે પણ આવી હરકત કરીને ભારતનો કેટલોક ભાગ પોતાનો ગણાવી દીધો હતો, હવે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, લદ્દાખની સાથે સિયાચીન અને જૂનાગઢને પણ પોતાનો હિસ્સો ગણાવીને ભારતની સાથે સંબંધો ખરાબ કરવા નક્કિ કરી દીધું છે.

ઈમરાન ખાનની સરકારે કેબિનેટની બેઠક પછી આ નકશો દુનિયામાં જાહેર કરી દીધો છે અને પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે ભારતે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર નિર્માણ કર્યું છે. પાકિસ્તાન, ચીન અને નેપાળ સાથે મળીને ભારત સામે મોટું ષડયંત્ર કરી રહ્યાં છે, ચીન પણ સરહદે પોતાની નફ્ફટાઇ દેખાડી રહ્યું છે. ત્યારે હવે પાકના નવા નકશા સામે ભારત જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch