લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનના નિવાસ સ્થાનની બહાર પોલીસ તેમની ધરપકડ કરવા માટે પહોંચી ગઈ છે. જેથી અહીં સ્થિતી તંગ બની હતી, ઇમરાન ખાનના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોનના જણાવ્યાં અનુસાર, બખ્તરબંધ પોલીસની એક ટીમ નિવાસસ્થાનની બહાર પહોંચી ગઈ છે, જે ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. તોશાખાના કેસમાં ઇમરાન ખાન પર પહેલાથી જ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, હવે તેમના પર મહિલા જજ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ કાઢીને પોલીસને તેમની ધરપકડ કરવાનો આદેશ કર્યો છે.
એક તરફ શેહબાઝ શરીફ સરકાર ઈમરાન ખાનને જેલમાં પૂરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, બીજી તરફ ઇમરાન ખાન સરકારને ઘેરી રહ્યાં છે. તેમણે મંગળવારે લાહોરમાં એક મોટી રેલી યોજીને સરકાર તેમજ ન્યાયતંત્રને પડકાર ફેંક્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને આવતા રવિવારે બીજી મોટી રેલી યોજવાની જાહેરાત કરી છે. 19 માર્ચે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાનની સામે એક ઐતિહાસિક રેલી યોજાશે. જેમાં મોંઘવારી અને સરકારી નીતિનો જોરદાર વિરોધ કરાશે.
ઇમરાન ખાનની બે કેસમાં ધરપકડ કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. આમાંથી એક કેસ ન્યાયાધીશને ધમકી આપવાનો છે. બીજો તોશાખાના કેસ છે, આરોપ છે કે ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે મળેલી ભેટસોગાદો વેચી દીધી હતી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજને ધમકાવવા બદલ ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ પણ નીકળ્યું હતુ.
ઇમરાન ખાન જજની ધમકી અને તોશાખાના કેસમાં રૂબરૂ કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યાં છે. તેમને વ્યક્તિગત હાજર રહેવામાંથી મુક્તિ આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ઇસ્લામાબાદના સિવિલ જજે આ અરજીને ફગાવી દીધી છે. પોલીસને ઈમરાન ખાનને 29 માર્ચ પહેલા કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52
અમેરિકાના ટેનેસીની એક સ્કૂલમાં થયો ગોળીબાર, ત્રણ બાળકો સહિત 7 લોકોનાં મોત | 2023-03-28 09:18:57
અમેરિકાના આ શહેરમાં વાવાઝોડાએ મચાવી જોરદાર તબાહી, 23 લોકોનાં મોત | 2023-03-26 09:30:56
પાકિસ્તાનમાં ભૂકંપને કારણે 11 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ- Gujarat Post | 2023-03-22 09:07:25
ખાલિસ્તાન સમર્થકોનો આતંક, અમેરિકાએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પરના હુમલાની કરી નિંદા- Gujarat Post | 2023-03-21 12:24:48