Fri,26 April 2024,10:54 pm
Print
header

આતંકવાદને પ્રોત્સાહન આપનારું પાકિસ્તાન ફસાયું, ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં

પેરિસઃ દુનિયા આખીને ખબર છે કે પાકિસ્તાન આતંકની ફેક્ટરી છે, જૈશ-એ-મોંહમ્મદ, જમાત-ઉદ્દ-દાવા અને અલ-કાયદા જેવા આતંકી સંગઠનો ભારત અને દુનિયાના અન્ય દેશોમાં અહીથી જ આતંકવાદ ફેલાવી રહ્યાં છે, અમેરિકા જેવા દેશોની ચેતવણી છંતા પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર આતંકવાદ પર લગામ લગાવવામાં નિષ્ફળ રહી છે, ત્યારે ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગ પર કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF)એ પાકિસ્તાન પર કડક પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ કરી લીધી છે, આતંકવાદ સામે કાર્યવાહી ન કરવા મામલે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી ઉઠાવીને ડાર્ક ગ્રે લિસ્ટમાં નાંખી દેવામાં આવે તેવી શક્યતા છે, આગામી 18 ઓક્ટોબરે આ મામલે નિર્ણય કરવામાં આવશે.

જો સંસ્થા દ્વારા પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો પાકિસ્તાનને મળતી નાણાંકીય સહાય અને અન્ય સુવિધાઓ પાછી ખેંચી લેવામાં આવશે, પાકિસ્તાન ડાર્ક ગ્રે લિસ્ટમાં આવી જશે તો તેના માટે છેલ્લી ચેતવણી હશે અને પછી પણ જો આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch