Fri,17 May 2024,2:04 pm
Print
header

પાકિસ્તાનમાં ફરી આતંકીઓએ સેના પર કર્યો હુમલો, એક કર્નલ અને 3 જવાનો માર્યા ગયા

પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે. પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યાં ગયા હતા. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ 'ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ' (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો ગુપ્ત માહિતીને આધારે એક ઓપરેશન દરમિયાન માર્યા ગયા હતા.  લેફ્ટનન્ટ કર્નલ હૈદરના નેતૃત્વમાં પાકિસ્તાની સેનાના જવાનોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા.

ઓપરેશનમાં 3 આતંકીઓ પણ માર્યા ગયા

ISPR દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન દરમિયાન 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. આ સિવાય ત્રણ અન્ય આતંકીઓ પણ ઘાયલ થયા છે.આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, વચગાળાના વડા પ્રધાન અનવર ઉલ-હક કાકરે સૈન્ય અધિકારી અને ત્રણ સૈનિકોની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશમાંથી આતંકવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે.

શુક્રવારે 14 જવાનોના મોત થયા હતા

છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદીઓએ પાકિસ્તાની સેના પર સતત હુમલા કર્યાં છે, જેમાં ઘણા સૈનિકો અને અધિકારીઓના મોત થઇ ગયા હતા. શુક્રવારે આતંકવાદીઓએ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો,જેમાં 14 સૈનિકો માર્યા ગયા હતા. બલૂચિસ્તાનમાં ગયા શુક્રવારના આતંકી હુમલાને આ વર્ષનો સૌથી ભયાનક હુમલો ગણાવ્યો છે. જેમાં પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યાં ગયા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદી હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા.આમ પાકિસ્તાનમાં એક પછી એક આતંકવાદી હુમલા થઇ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch