Mon,09 December 2024,12:54 am
Print
header

Balasore Train Accident: PM મોદીએ સ્થળની મુલાકાત લીધી, ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યાં

ઓડિશા: બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં મૃત્યુઆંક વધીને 261 થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પીએમ મોદી શનિવારે બપોરે બાલાસોર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અધિકારીઓ હાજર હતા. તેમને દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી.

ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદી કટકની હોસ્પિટલમાં ઘાયલોને મળ્યાં હતા. બાલાસોરમાં શુક્રવારે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત થયા છે. 1000 થી વધુ લોકો ઘાયલ છે. કોરોમંડલ એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યાર બાદ તે બીજી લાઇન પર સામેની લાઇનથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. જેના કારણે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

ટ્રેન દુર્ઘટના અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ઓડિશાના બાલાસોરમાં થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટના આ સદીની “સૌથી મોટી” ટ્રેન દુર્ઘટના છે અને સત્ય શોધવા માટે યોગ્ય તપાસની જરૂર છે. બે વખત રેલ્વે મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા બેનર્જી બચાવ કામગીરીની દેખરેખ માટે શનિવારે બપોરે અકસ્માત સ્થળ પર પહોંચ્યાં હતા. તેમણે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ત્યાં પહેલેથી હાજર અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી.

બેનર્જીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા પશ્ચિમ બંગાળના મુસાફરોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે રેલવે અને ઓડિશા સરકારને પણ સંપૂર્ણ મદદની ઓફર કરી હતી.અમે ઘાયલોની મદદ માટે 70 એમ્બ્યુલન્સ, 40 ડોકટરો અને નર્સોને પહેલેથી જ મોકલી દીધા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch