Fri,26 April 2024,10:04 pm
Print
header

ભારતીય મૂળના અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રનું નોબેલ, કોંગ્રેસની ન્યાય યોજનામાં મહત્વની ભૂમિકા હતી

ભારતીય મૂળના અભિજીત બેનર્જીને 2019નું અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળતા દેશનું ગૌરવ વધ્યું છે, તેમની સાથે તેમના પત્ની એસ્થર ડૂફલો અને માઈલક ક્રેમરને પણ આ સન્માન મળ્યું છે, 58 વર્ષિય અભિજીત અમેરિકામાં મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કરાવે છે, ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી ખતમ કરવાના પ્રયાસો માટે આ સન્માન અપાયું છે, તેમને વૈશ્વિક ગરીબી દૂર કરવા કામ કર્યું છે, વિશ્વને ગરીબી દૂર કરવાના નાના-નાના ઉપાયો બતાવ્યાં છે, બેનર્જીનો જન્મ 1961માં મુંબઇમાં થયો હતો, 1988માં તેમને હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતુ, બાદમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોયા હતા.

કોંગ્રેસની ન્યાય યોજનામાં મહત્વનો ફાળો 

2019 લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ન્યાય યોજનાની વાત હતી, જેમાં દેશના 5 કરોડ ગરીબ પરિવારોને મહિને 6 હજાર રૂપિયા એટલે કે વર્ષે 72 હજાર રૂપિયા આપવાનું નક્કિ કરાયું હતુ, આ યોજના તૈયાર કરવામાં બેનર્જીની પણ મહત્વની ભૂમિકા હતી, કોંગ્રેસે યોજના તૈયાર કરતી વખતે તેમની સલાહ લીધી હતી.તેમને નોબેલ પ્રાઈઝ મળતા કોંગ્રેસે ટ્વિટ કર્યું છે કે નોબેલ પુરસ્કાર 2019 જીતવા બદલ અભિજીત બેનર્જીને અભિનંદન, દેશને તમારા પર ગર્વ છે, આ એ જ અભિજીત છે જેમને મોદી સરકારની નોટબંધીનો વિરોધ કર્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch