Fri,26 April 2024,11:15 pm
Print
header

8મી વખત નીતિશ કુમાર બન્યાં બિહારના મુખ્યપ્રધાન, તેજસ્વી યાદવ નાયબ મુખ્યપ્રધાન બન્યાં- gujarat post news

પટનાઃ ભાજપ સાથે છેડો ફાડ્યાં પછી નીતિશ કુમાર આજે ફરીથી બિહારના મુખ્યપ્રધાન બન્યાં છે, પટનાના રાજભવનમાં આયોજીત સમારોહમાં બિહારના રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને શપથ લેવડાવ્યાં હતા. નીતિશ કુમારે બિહારના સીએમ તરીકે આઠમી વખત શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં છે.

આ શપથ સમારોહમાં મહાગઠબંધનની પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યાં હતા. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ, બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા જેવા નેતાઓ સમારોહમાં પહોંચ્યાં હતા, નીતિશની પાર્ટી જેડીયુના નેતાઓએ ભાજપ સામે વારંવાર અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.ત્યારે બાદ પાર્ટી એનડીએથી અલગ થઇ ગઇ છે અને આજે ફરીથી નીતિશે આરજેડી સાથે મળીને સરકાર બનાવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch