Sat,27 July 2024,11:33 am
Print
header

હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત

કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યાં હતા મોદી

બેંગલુરૂઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી જ વખત તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી છે, તેઓએ બેંગલુરુ એરપોર્ટ પરથી આ ઉડાન ભરી હતી. ત્યાર બાદ તેમને કહ્યું કે હમ કીસી સે કમ નહીં, તેજસ સ્વેદેશી લાઇટ કોમ્બૈટ એરક્રાફ્ટ છે અને મોદીએ કહ્યું કે આપણે તેના પર ગર્વ છે. આ જેટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને એરફોર્સમાં તે કાર્યરત પણ છે.

મોદી સરકારે ભારતમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.આપણે સંરક્ષણમાં પણ આત્મનિર્ભર બની રહ્યાં છીએ.

તેજસને દુનિયાને અનેક દેશો ખરીદવા માંગે છે તે કોઇ પણ હવામાનમાં ઉડી શકે છે. આ એક ફાઈટર જેટ છે જેમાં બે પાઈલટ છે. તેને લિફ્ટ એટલે કે લીડ-ઇન ફાઇટર ટ્રેનર કહેવામાં આવે છે. તેને ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે, એટલે કે જરૂર પડે તો કોઇ પણ જગ્યાએ હુમલો કરી શકાય છે. એરફોર્સે HAL પાસેથી 123 તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 26 એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ તેજસ માર્ક-1 છે. આગામી દિવસોમાં, HAL આ એરક્રાફ્ટના વધુ અપગ્રેડેડ વર્ઝન એરફોર્સને સોંપશે, જે 2024 અને 2028 ની વચ્ચે આપવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch