Mon,06 May 2024,7:29 am
Print
header

નવસારી, બારડોલીમાં બારે મેઘ ખાંગા, નદીઓની સપાટીમાં વધારો થયો- Gujarat Post

સુરતઃ મેઘરાજાએ હવે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું છે. વરસાદે નવસારી અને બારડોલીને ધમરોળી નાંખ્યું છે. બારડોલીમાં રાત દરમિયાન 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈને બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ડી એમ નગર, રાજીવ નગર, તલાવડી સહિતના વિતારોમાં પાણી ફરી વળ્યાં છે. શહેરની સોસાયટીમાંથી નદી વહેતી હોઈ એવા દ્રશ્યો સામે આવ્યાં છે.

નવસારીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. એક અઠવાડિયામાં બીજી વખત નવસારીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.નવસારી 11 ઈંચ વરસાદથી પાણી પીણી થઈ ગયું છે. નવસારી તાલુકામાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 11 ઈંચ વરસાદથી નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા.

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે સુરત જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch