Sun,28 April 2024,10:31 am
Print
header

આ બજેટ મજબૂત ભવિષ્યની ગેરંટી છે, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબોને ફાયદો થશેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા વચગાળાના બજેટની પ્રશંસા કરી હતી.મોદીએ નાણામંત્રીને બજેટ માટે અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે કહ્યું કે આ બજેટ વિકસિત ભારતને સમર્પિત છે.

વચગાળાના બજેટમાં વિકાસનો સમાવેશ થાય છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ વચગાળાનું બજેટ વિકાસનો સમાવેશ કરે છે.તે વિકસિત ભારતના તમામ 4 આધારસ્તંભો- યુવાઓ, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની ખાતરી આપે છે. આ વિકસિત ભારત માટે સમર્પિત બજેટ છે.

મહિલાઓને પગભર બનાવવી

વડાપ્રધાને કહ્યું- 'અમે એક મોટું લક્ષ્ય નક્કી કર્યું છે, તેને હાંસલ કરીએ છીએ અને પછી પોતાના માટે પણ એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ મકાનો બનાવ્યાં છે અને હવે અમે બે કરોડથી વધુ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન ચલાવી રહી છે. દેશની આ દીદીઓને સ્કિલની તાલીમ આપીને પૈસા કમાવવા માટે સક્ષમ બનાવે છે.

નવી આવકવેરા યોજનાથી લોકોને રાહત મળશે

તેમણે કહ્યું આજે જાહેર કરાયેલી નવી આવકવેરા યોજના મધ્યમ વર્ગના એક કરોડ લોકોને મોટી રાહત આપશે. અગાઉની સરકારોએ દાયકાઓ સુધી સામાન્ય માણસના માથા પર આ વિશાળ તલવાર લટકાવી રાખી હતી.

ખેડૂતોની આવક વધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ પર કહ્યું કે આજે આ બજેટમાં ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે. NANO DAP નો ઉપયોગ પ્રાણીઓ માટે નવી યોજનાઓ, PM મત્સ્ય સંપદા યોજનાનું વિસ્તરણ અને સ્વનિર્ભર તેલ બીજ અભિયાન ખેડૂતોની આવકમાં વધારો કરશે અને ખર્ચમાં ઘટાડો કરશે.

બજેટ યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે

તેમણે કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. સંશોધન અને નવીનતા પર 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ કર મુક્તિના વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખીને મૂડીખર્ચને 11 લાખ 11 હજાર 111 કરોડ રૂપિયાની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી આપવામાં આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch