Sat,27 April 2024,11:15 am
Print
header

મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા

મધ્યપ્રદેશઃ મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં ભયાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ પૂજારીઓ અને ભક્તો દાઝી ગયા હતા. આરતી દરમિયાન ગુલાલ ઉડાડ્યાં બાદ અચાનક આગ લાગી હતી. ધુળેટીને કારણે ગર્ભગૃહમાં એક આવરણ લગાવવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હતી અને ભક્તો પર પડી હતી. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તમામ ખતરાની બહાર છે.

ગર્ભગૃહની ચાંદીની દીવાલને રંગ-ગુલાલથી બચાવવા માટે ફ્લેક્સ શીટ્સ ચોંટાડવામાં આવી હતી. તેમાં પણ આગ ફેલાઈ હતી.ફાયર ફાયટરની મદદથી આગને કાબૂમાં લેવાઇ હતી.પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.

આગ લાગી તે સમયે મંદિરમાં હજારો ભક્તો હાજર હતા. બધા મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યાં હતા.એક ઘાયલ વ્યક્તિએ અધિકારીઓને કહ્યું કે પૂજારી સંજીવ આરતી કરી રહ્યાં હતા તે સમયે પાછળથી કોઈએ ગુલાલ નાખ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો અને ગુલાલમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હતી.

ઘટનાની તપાસ કરવામાં આવશે

ઉજ્જૈનના કલેક્ટર સિંહે જણાવ્યું કે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. આગમાં 13 લોકો દાઝી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch